શિયાળુ પાક લેવા માટે ખેડૂતોને પાણી ખુબજ જરૂર હોય છે જેથી રાજય સરકાર દ્વારા નર્મદા કેનાલ દ્વારા રાજયમાં પાણી આપવામાં આવે છે જેથી ખેડુતોને પોતાના પાક માટે પાણી ને લઈને ફાફા મારવા ન પડે અને ખેડુત પોતાનો પાક લઈ શકે પરંતુ ભ્રષ્ટાચાર નો એરૂ રાજયની તમામ યોજનામાં આભડીયો છે ત્યારે મેઈન કેનાલ માથી બનાવવામાં આવતી માઈનોલ કેનાલ મા થયેલ ભ્રષ્ટાચાર ના કારણે અનેક કેનાલોમા ગાબડા પડયાના સમાચારો પ્રકાશ મા આવ્યા છે.ત્યારે બોટાદ જીલ્લાના જીઝાવદર ગામે આવેલ માઈનોર કેનાલમાં ભ્રષ્ટાચાર નુ ગાબડું પડયાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જીઝાવદર ગામે નર્મદા ની માઈનોર કેનાલ પસાર થાય છે જે આ માઈનોર કેનાલ દ્વારા જીઝાવદર, ઈશ્વરીયા , દરેડ, મેલાણા સહિતના ગામોના ખેડૂતો ને આ માઈનોર કેનાલમાંથી પાણી આપવામાં આવે છે પરંતુ ગત ૪ તારીખના રાત્રીના સમયે જીઝાવદર ગામે આવેલ માઈનોર કેનાલમાં મસમોટુ ગાબડું પડતાં આજુબાજુના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને ખેતરોમાં રહેલ કપાસ, ઘઉં, સહિતના પાકોને નુકશાન થયું હતું જેથી આ વિસ્તારના ખેડૂતોએ આ કેનાલ તાત્કાલિક રીપેરીંગ કરવા માંગ કરી છે..