ભરતનગરનાં વર્ધમાનનગર, આદર્શનગરના મકાનો પાડવાનું શરૂ

390

શહેરના ભરતનગર ખાતે હાઉસીંગ બોર્ડ દ્વારા બનાવાયેલા વર્ધમાનનગર અને આદર્શનગરના મકાનો જર્જરીત થઇ જતાં છ વર્ષ પૂર્વે તમામ મકાનોમાં રહેતા લોકોને ખાલી કરાવાયા હતા અને નવા મકાનો બનાવી આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ વાતને લાંબો સમય થઇ જતાં તે મકાનમાં રહેતા લોકો દ્વારા વારંવાર રજુઆતો અને દેકારા પણ કરવામાં આવ્યા હતા આ અંગે હાઉસીંગ બોર્ડ અને વહિવટી તંત્ર સમક્ષ આવેદન પત્રો આપી મકાન વહેલી તકે બનાવવા અને ભાડુ આપવાની પણ માંગ કરવામાં આવી હતી. ત્યાર બાદ સરકાર દ્વારા હાઉસીંગ બોર્ડની આ યોજનાને રિ ડેવલોપીંગ માટેની મંજુરી અપાતા તેની ટેન્ડરીંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વર્ધમાન નગર, આદર્શનગર, ૫૧૬ એમ.આઇ.જી. ના મકાનો નવા બનવવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને એજન્સી દ્વારા એકાદ અઠવાડીયાથી જર્જરીત થયેલા વર્ધમાન નગર અને આદર્શનગરના ત્રણ માળિયાના મકાનો પાડાવાની કામગીરી પુર જોશથી શરૂ કરવામાં આવી દિધી છે અને હવે ત્યાંના રહેતા લોકોને પણ નવા મકાનો મળશે તેવો હાશકારો થવા પામ્યો છે.
મકાનો તૈયાર થયે જુના માલિકોને સોંપવામાં આવશે તેવું હાઉસીંગ બોર્ડના એક અધિકારી સાથેની વાતચિતમાં જાણવા મળ્યું છે.

Previous articleગઢડા તાલુકાના જીઝાવદર ગામે નર્મદાની માઈનોર કેનાલમાં ગાબડું પડતાં ખેતરોમાં પાણી ફરીવળ્યા
Next articleસાળંગપુર કષ્ટભંજનદેવ હનમાનજીદાદાને ભવ્ય શાકોત્સવનો શણગાર કરવામાં આવ્યો