સાળંગપુર કષ્ટભંજનદેવ હનમાનજીદાદાને ભવ્ય શાકોત્સવનો શણગાર કરવામાં આવ્યો

362

સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધર્નુમાસ નું અનેરૂ મહત્વ રહેલુ છે ધર્નુમાસ દરમ્યાન એક મહીના સુધી ભગવાન સ્વામિનારાયણ ની ભક્તિ કરવામાં આવે છે અને સ્વામિનારાયણ ભગવાનને દરોજ વિવિધ શણગાર કરવામાં આવે છે ત્યારે બોટાદ જીલ્લામાં આવેલ સુપ્રસિધ્ધ સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીર ખાતે પવિત્ર ધર્નુમાસ નિમિત્તે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ તારીખ-૫-૧-૨૦૨૧ને મંગળવારના રોજ કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ને સ્વામિનારાયણ ભગવાને કરેલા શાકોત્સવની ઝાંખી કરાવતો ભવ્ય અને દિવ્ય શાકોત્સવનો શણગાર કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી કરવામાં આવી તેમજ હનુમાનજીદાદાની સવારે કલાકે ૭ કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી સ્વામી દ્રારા શણગાર આરતી કરવામાં આવી હતી.શાકોત્સવ અંતર્ગત વિવિધ શાક ધરાવવામાં આવ્યા હતા તેમજ આજરોજ થી મંદીરની ભોજનશાળા પણ રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી.તેમજ મારૂતીયજ્ઞ પણ કરવામાં આવ્યો હતો. કષ્ટભંજનદેવને શાકોત્સવ નિમિત્તે ટ્રેડિશનલ શણગાર કરવામાં આવ્યો હતો.જેના ઓનલાઈન દર્શન હજારો હરિભક્તોએ ઘરે બેઠા કર્યા હતા તેમજ આજના આ સુંદર શાકોત્સવના અદભૂત દર્શનનો લ્હાવો લેવા મોટી સંખ્યામાં હરિભક્તો સાળંગપુર મંદીરે ઉમટી પડ્યા હતા અને દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી.આ શાકોત્સવ પ્રસંગે મંદીરના કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી સ્વામી,પુજારી સ્વામી તેમજ જગતપ્રકાસ સ્વામી દ્રારા શાકોત્સવનું શાક પોતાની હાથે બનાવવામાં આવ્યુ હતુ.શાકનો મહાપ્રસાદ તમામ હરિભક્તોએ લીધો હતો…

Previous articleભરતનગરનાં વર્ધમાનનગર, આદર્શનગરના મકાનો પાડવાનું શરૂ
Next articleરેઇન્બો ફાઉન્ડેશન : સેવાનો સમીયાણો