ભાવનગર શહેરના છેવાડે આવેલા અતિ પછાત વિસ્તારમાં કાર્યરત સેવાભાવી સંસ્થાનો ૮મો જન્મદિવસ છે. છેલ્લાં સાત વર્ષથી આ સંસ્થા દ્વારા અવિરત પણે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેમાં આંખની તપાસ અને મોતિયાના ઓપરેશન માટેનો નેત્રયજ્ઞ કેમ્પ, કચરો વીણતા અને શ્રમકાર્યમાં જોડાયેલાં બાળકોને શિક્ષણ આપવા માટે બાળ-શાળા, નિરાધાર અને અશક્ત બહેનોને રાશનકીટનું વિતરણ, વાર તહેવારે કપડાં અને મીઠાઈનું વિતરણ, દુર સ્કુલે જતાં બાળકોને સાઈકલ તેમજ નોટબુક, પેન, વોટરબેગ સહિતની શૈક્ષણિક કીટ, શિયાળામાં ગરમ સ્વેટર અને ધાબળા વિતરણ, ઉનાળામાં શ્રમિક પરિવારોમાં છાસ વિતરણ, ચોમાસામાં રેઈનકોટ વિતરણ, ગૃહિણીઓ માટે અથાણાં અને શરબત બનાવતા શીખવાડતી કેનિંગ તાલીમ, રોજગાર માટે સીવણ તાલીમ, ન્યુનતમ દરે આર્થીક રીતે પછાત વર્ગના બાળકોને કોમ્પ્યુટર તાલીમવર્ગો, સરકારશ્રી હસ્તક મળેલ અનાથ અને અતિ જરૂરીયાતવાળા બાળકોના કાયમી વસવાટ માટેનું આશ્રયગૃહ મુખ્ય છે. સંસ્થાના કાર્યકર ભાઈઓ બહેનો તેમજ અનેક સેવાભાવી લોકોના સહયોગ થકી જરૂરીયાતમંદ લોકો સુધી બહુ ઓછા સમયગાળામાં પહોંચવામાં સફળતાં મળી છે. રેઇન્બો ફાઉન્ડેશન પરિવાર સૌની સેવાભાવનાને બિરદાવે છે તેમજ સૌનો હ્રદયપૂર્વક આભાર માને છે.