ભારત સ્કાઉટ ગાઈડ સંઘ ન્યુ દિલ્હી દ્વારા આયોજીત સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિનો ઉજવણીનાં ઉપલક્ષમાં તા.૫ જાન્યુઆરીથી શરૂ થયેલ યોવન કાર્યક્રમ અંતર્ગત જુદી જુદી પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. જેમાં સ્કાઉટ-ગાઈડ, રોવર-રેન્જર ઘરે રહીને ઓનલાઈન એકટીવીટીમાં ભાગ લઈ રહ્યા છે. સ્કાઉટ ગાઈડ દ્વારા ફેઈસ પેઈન્ટીંગ, યોગાસન, સલાડ ડેકોરેશન, ક્રાફ્ટ વર્ક, ડીબેટ, પેઈન્ટીંગ, ડાન્સ, વાદ્ય સંગીત જેવા કાર્યક્રમોમાં જોડાઈ પોતાની કલા પ્રસ્તુતી કરી હતી ભાવનગર શહેરની સેન્ટ મેરી ઈગ્લીંશ મીડીયમ, બી.એન. વિરાણી હાઈસ્કુલ, વિદ્યાધીશ, વિદ્યાસ્કુલ, સ્વામિનારાયણ ગુરૂકુળ, દક્ષિણામૂર્તિ કુમાર મંદિર, એમ.એસ. લખાણી કન્યા વિદ્યાલય જલારામ બાપા પ્રા.શાળા, એમ.એસ, બી ૬૯, ફાતિમા કોન્વેન્ટ સ્કુલ, સ્વામી વિવેકાનંદ રોવર ક્રુૃ રાણી લક્ષ્મીબાઈ રેન્જર ટીમનાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર પ્રવૃત્તિમાં જોડાયા છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અજયભાઈ ભટ્ટ, પુસ્પરાજસિંહ ગોહિલ, હાર્દ પંડ્યા, શોભીત ભટ્ટે જહેમત ઉઠાવી રહ્યા છે.