કાગવદર નેશનલ હાઈવે પર સોમનાથ હોટલની સામે જોષી ફાર્મહાઉસ ખાતે સતત ર- વર્ષથી પગપાળા જતા યાત્રાળુઓ બગદાણા, ઉંચા કોટડા, મોગલ ધામ ભગુડા કે અન્ય ધાર્મિક સ્થળોએ જેને પુછવાનું જ નહીં કે તમો કોણ છો કયા જાવ છો ? પગપાળા યાત્રાળુઓને પ્રેમથી રોકી તેને માટે ચા પાણી જ નહીં પણ તમામ માટે એટલે ગમે તેટલા હોય દરરોજ ૧૦૦,ર૦૦, ૩૦૦ જેટલા હોય તેનું નેટવર્ક હેમાળ, નાગેશ્રીથી જોષી ફાર્મ હાઉસમાં સેવા બજાવતા વાલાભાઈ મકવાણા, ઉકાભાઈ મકવાણા, નાજાભાઈ, રણછોડભાઈ, કેસુભાઈ રાણાભાઈ સહિત યુવાન દરરોજ દિવસ હોળ કે રાતભર રોડ પરથી નિકળતા, ઉના દેલવાડા કે કોડીનાર વેરાવળ સુધીના કે પછી હેમાળ, ટીંબી સનખડા કે આજુબાજુ પ૦ ગામના યાત્રાળુઓ બારેમાસ શરૂ રહે છે.ત ેમ ખાસ કરીને ચૈત્ર માસમાં આખો રાજુલાથી ઉના સુધીનો રોડ ભરચક રહે છે તે તમામ યાત્રાળુઓને પ્રેમથી ચા, પાણી અને ખાસ કરીને ભોજનની ભાવપુર્વક ખેંચતાણ કરી હરીહર કરાવાય છે. જાણે કહો કે યાત્રાળુ માટે માતાજી ચામુંડ મા કવોટડા કે મગોલધામ ભગુડાવાળીમાં અને બાપા સીતારામ બજરંગદાસબ ાપા એ જ ભુપતભાઈ જે શંકરદાદાને પ્રેરણા આપેલ હોય આ માનવતાની મહેકના દૃશન કરતા સાથે જ ભુપતદાદા દ્વારા યાત્રાળુ સાથે મહાપ્રસાદનો લાભ લેતા પરમાર, નિવૃત્ત ટીડીઓ કાગવદર માજી સરપંચ ઉમશેભાઈ વરૂ, બારપટોળી સરપંચ આતાભાઈ વાઘ, અમરૂભાઈ બારોટ, મહીપતભાઈ વરૂ હાલ સરપંચ કાગવદર, શામજીભાઈ ટાંક નિવૃત્ત સર્કલ ઈન્સ્પેકટર સહિત આ માનવતાની મહેક મહાપ્રસાદનો લાભ લીધેલ.