ભાવનગરમાં હાદાનગર સ્નેહ મીલન સોસાયટી, કુંભારવાડા અને અન્ય વિસ્તારના લોકો વર્ષોથી જે રસ્તાનો ચાલવા માટે ઉપયોગ કરે છે. રેલ્વે પ્રસાશન દ્વારા આ રસ્તો બંધ કરી દેવાતા લોકોને ભારે હાડમારી ભોગવવી પડે છે. જેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા રામદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. હાદાનગરવાળો રસ્તો રેલ્વે દ્વારા વારંવાર બંધ કરી દેવાતા ટ્રાફિક જામ થઈ જાય છે. રેલ્વેમાં ત્રણ શાળા, એક બેન્ક અને પોસ્ટ ઓફિસ પણ આવેલી છે. રસ્તો બંધ થતાં બાળકોને પણ અભ્યાસ માટે જવા મુશ્કેલી પડે છે. રસ્તો બંધ થતાં લોકોને ચાર કિલોમીટર ફરીને જવું પડે છે. ૧૦૮ સહિતના ઈમરજન્સી વાહનોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે. વારંવાર રજૂઆત છતાં રસ્તો બંધ કરાતા શહેર કોંગ્રેસ દ્વારા રેલ્વે પ્રસાશનને ૧૫ દિવસનો સમય આપ્યો હોવા છતાં આજ દિન રસ્તો બંધ કરાતા અંતે રેલ્વે તંત્રને સદબુધ્ધી માટે કોંગ્રેસ દ્વારા રામદરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું.