આર્મીની ભરતી માટે ભાવનગરમાં યુવાનો માટે વિનામૂલ્યે ટ્રેનિંગ કેમ્પ

262

આવનાર દિવસોમાં ગુજરાત રાજ્યમાં ઇન્ડિયન આર્મીમાં દ્વારકા ખાતે અને અન્ય જિલ્લાઓમાં મોટી સંખ્યામાં આર્મીની ભરતીનું આયોજન હોય જેથી કરીને નિવૃત્ત આર્મી જવાનો માજી સૈનિક સંગઠન ગુજરાત રાજ્ય દ્વારા ઇચ્છુક નવ યુવાનોને ઓને આર્મી તેમજ અન્ય ફેર્સમાં સરળતાથી ભરતી પ્રક્રિયા પાર કરી શકે તેની માટેની ફ્‌િઝિકલ ટ્રેનિંગ ફ્રીમા જવાહર મેદાન ખાતે આપવામાં આવે છે ફ્રી માં સાથે સવારે પૌષ્ટિક બ્રેકફસ્ટનું પણ આયોજન કરાયું છે.સિટી ડીવાયએસપી સફ્‌ીન હસન તેમજ PCI™T PR DG‚T‌ એચ બી સૈનીએ હાજરી આપી આર્મી ડે નિમિત્તે નવ યૂવાનો ને પ્રોત્સાહન આપ્યું હતું, દેશની રક્ષા કાજે પોતે કાબીલ બનવા શબ્દોરૃપી પ્રોત્સાહિત કર્યા હતા, નોંધનિય છે કે, ઘણી પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા ફ્‌િઝિકલ ટ્રેનિંગ માટે પણ ખૂબ ઘણી ફ્‌ી વસૂલવામાં આવતી હોય છે, જેથી માજી સૈનિક સંગઠન દ્વારા ફ્રીમાં ટ્રેનિંગ આપી નવ યુવાનોના મા-બાપના પૈસા બચાવી તેમજ રોજી રોટી અને દેશની રક્ષા કાજે અને નવ યુવાનોન જોડાઈ તે ગુજરાતનું નામ રોશન કરે માટે બિલકુલ ફ્રી ટ્રેનિંગ આપી રહ્યા છે, આજે પણ યુવાનો આ કેમ્પમાં સવારે વહેલા ૫ઃ૩૦ જવાહર મેદાન પર આવી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી ટ્રેનિંગ લઇ શકે છે તેમ આયોજકો દ્વારા જણાવાયું છે.૧૫/૦૧/૨૧ ના રોજ ૭૩માં આર્મી ડે નિમિત્તે શરૃ કરાયેલા કેમ્પમાં ભાવનગર જિલ્લા માજી સૈનિક સંગઠનના પ્રમુખ મનીષભાઈ વાજા તેમજ સુરેન્દ્રસિંહ રાણા, અર્જુનસિંહ ગોહિલ, વનરાજસિંહ, આશિષભાઈ તેમજ સમગ્ર ટીમ જહેમત ઉઠાવી રહી છે.

Previous articleહાદાનગરનો રસ્તો બંધ કરાતા શહેર કોંગ્રેસ દ્વારા રેલવે તંત્રને સદબુદ્ધિ આવે તે માટે રામદરબારનું આયોજન
Next articleહડદડ કોટન સબ યાર્ડ ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત લાભાર્થીઓને બેંક લોન મંજુરીપત્ર વિતરણ કાર્યક્ર્‌મ