નાગેશ્રીના વતની કાઠી ક્ષત્રિય વરૂ પરિવાર હંમેશા દરેક ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતો આવ્યો છે. ભારત દેશને એકતાની વાત આવી ત્યારે પ૬ર- રાજવાડાને સરદાર વલ્લભભાઈ પટેલે ૧ રાષ્ટ્ર બનાવવા હાંકલ કરી ત્યારે ભાવનગર દરબાર કૃષ્ણકુમારસિંહજીએ સર્વ પ્રથમ ૧૮૦૦ પાદર એક રાષ્ટ્ર માટે એક જાટકેમાં ભોમને ખાતર અર્પણ કર્યા પછી અંગ્રેજોની કુટનિતી ભાંગલા કરો અને રાજ કરો જે રજવાડાના ભારતમાં રહેવુ તે ભારતમાં રહે અને પાકિસ્તાન ભેગા ભળવું હોય તે પાકિસ્તાન સાથે ભળી શકે છે. ત્યારે જુનાગઢ નવાબે પાકિસ્તાન સાથે આખું બાબરીયાવાડ જુનાગઢ પંથક સાથે પાકિસ્તારનમાં ભળવાની વાત આવી ત્યારે બાબરીયાવાડના કાઠી ક્ષત્રીઓ અને જુનાગઢ પોરબંદર સુધીના આહીરોએ આ વાત ન સ્વીકારી પણ નવાબ સામું થાય કોણ ? ત્યારે આ બાબરીયાવાડના નાગેશ્રીના જ વતની સુરીંગબાપુ કાળુબાપુએ ઢેબરભાઈ, રતુભાઈ અદાણી વાઘણીયા સ્ટેટ અમરાવાળા સહિતે એક જબરજસ્ત લડાયક ફોઝ બનાવી અને નામ આપ્યું આર.જી.હકુમત અને આ ફોઝમાં કાઠી ક્ષત્રિઓ આહીરો સાથે દરેક જ્ઞાતિના વિરયોધ્ધાઓ જુનાગઢ સાથે કાયદેસર યુધ્ધ કરી લોહીની નદીઓ વહાવી અંતે જુનાગઢ જીતી લીધુ અને તે જુનાગઢને જીતીને સરદાર વલ્લભભાઈ પટેલને ભારત એક રાષ્ટ્ર માટે સમર્પીત કરી દીધું તે જ નાગેશ્રીના શીક્ષણ ક્ષેત્રે છેલ્લા ૧પ વર્ષથી રાજયભરના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તેવા પ્રયતનો કરતુ પ્રાથમિક શિક્ષક સંઘ યુનિટમાં ખુબ જ ભોગ આપનાર નાગેશ્રીના ભાભલુભાઈ વરૂને ગુજરાત રાજય શિક્ષક સંઘના ખજાનચી તરીકે ઉચ્ચ હોદ્દો નિયુકત થતા સમસ્ત બાબરીયા વાડના કાઠી ક્ષત્રિય સમાજથી લઈ શિક્ષણજગતમાં ખુશીનો માહોલ છવાયો છે.