ભાવનગર વટામણ-તારાપુર હાઇવે પાસે વહેલી સવારે ધુમમ્સી વાતાવરણ

340

કોરોના મહામારીના માહોલ વચ્ચે હવે, કલાઈમેટ ચેન્જની અસરનો અનુભવ થઈ રહ્યો છે. હાલ ગ્રીષ્મ ઋતુ ચાલી રહી છે છતાં પણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક પ્રાંતોમાં કમોસમી વરસાદ અને માવઠું વરસ્યું હતું. તો, ગત સપ્તાહે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિવિધ પ્રાંતોમાં ઠંડીનું જોર એ હદે વધ્યું હતું કે તાપમાનનો પારો ૧૦ ડિગ્રી આસપાસ પહોંચી ગયો હતો સતત ત્રણ દિવસ રહેલી કોલ્ડ વેવી અસર બાદ હાલ ઠંડી ઘટી છે. પરંતુ, બીજી તરફ હજુ પણ વહેલી સવારે અને મોડી સાંજ બાદ ફરી પવનની ઝડપ વધવાના કારણે ઠંડીની અસર વધુ જોવા મળી રહી છે.સોમવારે વહેલી સવારે ભાવનગર-અમદાવાદ ટુંકા માર્ગ પર વટામણ તારાપુર હાઇવે પર એકા એક દુ મસ્ત થવાના કારણે પસાર થતા નાના મોટા વાહનચાલકોને ભારે તકલીફ પડી હતી અને ગાઢ ધુમ્મસના કારણે વાહન વ્યવહાર થોડા સમય માટે રીતસર થંભી ગયો હતો ધુમ્મસ ની તીવ્રતા એટલી વધુ હતી કે વાહનચાલકોને અંદાજે ૫૦ ફૂટથી આગળનો રસ્તો દેખાતો ન હતો જોકે ધીરે ધીરે તાપમાન વધતા ધુમ્મસ નું પ્રમાણ ઘટયું હતું અને હાઇવે પર વાહનવ્યવહાર પુર્વવત થયો હતો. જો કે ગાઢ ધુમ્મસના કારણે સદનસીબે વાહન અકસ્માતની કોઈ ઘટના બની ન હતી.

Previous articleટૂંકા ગાળામાં હજીરાથી ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસની સફળતાથી વડાપ્રધાન મોદી પ્રભાવિત થયા
Next articleસિહોરના ટાણા ગુંદાળા ગામે ગુજરાત માલધારી સેનાની એક મિટિંગ મળી