ભાવનગર શહેર કોંગ્રેસપક્ષ ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટ દ્વારા જુદા જુદા પ્રશ્નો જેવા કે લાઈટબીલ , રેશનકાર્ડ , વિધાર્થીને સાયકલ , વિધવા બહેનો ને લાઈટ બીલમાં રાહત , સ્લમ વિસ્તાર માં સોલાર લાઇટ પાવર તેમજ ૧૦ હજાર રૂપીયાની લોનની યોજના છે તેમાં વધારો કરીને રૂા . ૨૫૦૦ / – હજાર કરવી વ્યક્તિ દીઠ તેમજ છેલ્લા બે વર્ષથી રેશનકાર્ડ માટે અરજી કરેલ છે . તેનો તત્કાલ અમલ કરવો , ૩૦ યુનિટ લાઈટ બીલ બી.પી.એલ. રેશનકાર્ડ ધારકો ને જે લાભ આપવામાં આવે છે તેમા ૧૦૦ યુનિટનો વધારો કરવો , ધો . ૯ થી ૧૨ ના વિધાર્થી ( કુમાર ) ને સાયકલ આપવી સહિતના પ્રશ્ને શહેરના મોતીબાગ ટાઉન હોલ ખાતે કોંગ્રેસની બેઠક મળી હતા ત્યારબાદ કોંગ્રેસના આગેવાનોએ ભાવનગર જીલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી ઉપરોક્ત પ્રશ્ન રજુઆતો કરી હતી . આ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસ ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના ચેરમેન અને પૂર્વનગરસેવક હિંમતભાઈ મેણીયા , ગુજરાત પ્રદેશ સમિતિના ચુટંણી નિરંક્ષક સાગરભાઈ રાયકા , શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રકાશ વાઘાણી , ભાવ.મ્યુનિ . વિપક્ષના નેતા ભરતભાઈ બુધેલીયા , જયદીપસિંહ ગોહિલ સહિતના આ કાર્યકરો , ભાઈઓ , બહેનો , મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .