દામનગર શહેરના ગુરૂકુળ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન સહજાનંદ એજયુકેશનના આનંદ સ્વામીના વરદ હસ્તે કરાયું હતું. અમરેલી જિલ્લા સુરક્ષા સેતુ અંતર્ગત આ ક્રિકેટ ટુર્નામેન્ટન્માં ટ્રોફીના સ્પોન્સર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જનકભાઈ તળાવીયા પી.એસ.આઈ. ગોસાઈ પો.કો. ભુજદાન ગઢવી પો.કો. ભાવેશભાઈ, પો.કો. પ્રિતેશભાઈ નારોલા, નગરપાલિકાના સદસ્ય હરેશભાઈ પરમાર સહિતની હાજરીમાં તા. ૧-૪ને રવિવારે રાત્રે કરોયલું હતું.