ભૂતેશ્વર ગામની મારામારીમાં ૩ને પાંચ વર્ષ, એકને ૬ માસની સજા

264

સાડા ત્રણ વર્ષ પૂર્વે ભાવનગર નજીકના ભુતેશ્વર ગામે થયેલી મારામારીનો કેસ આજરોજ ભાવનગરના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્શ જજ આર.કે. વચ્છાણીની અદાલતમાં ચાલી જતા સરકારી વકિલ વિપુલ દેવમોરારીની અસરકારક દલીલો, આધાર-પુરાવા વિગેરે ધ્યાને લઈ સેસન્શ કેસ નં.૩૪/૩૭ના ત્રણ આરોપીઓને પાંચ વર્ષની તેમજ સામા પક્ષે ક્રોસ કેસ નંબર ૧૮૮-૧૭માં એક આરોપીને ૬ માસની સજા અને રૂપીયા પાંચ હજારનો દંડ ડીસ્ટ્રીકટ કોર્ટે ફટકાર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૧પ-પ-ર૦૧૬ના રોજ ભુતેશ્વર ગામે મેલડી માતાના મંદિરે લોકડાયરામાં જવા માટે આ કામના ફરિયાદી જયપાલસિંહ ગોહિલ (રે. ઘોઘા રોડ, શિવાજી સર્કલ પાસે, પ૦ વારીયા) તેમના મિત્ર ત્રણ મિત્રો સાથે બાઈકમાં તેમજ બીજા મિત્ર તેમના ઘરે બોલાવા જતા હતા તે વેળાએ આ કામના આરોપી નં-૧ અનિલ પાંચાભાઈ સરવૈયા-કોળી (રે. સરદારનગર, મફતનગર, સરકારી શાળાની સામે) તેમના ઘર પાસે શેરીમાં ફરિયાદીને રોકી બાઈક ઉપર ઉભા રાખી આરોપી નં-૧નાએ ફરિયાદીને ગાળ આપી તુ મારી દિકરીની પાછળ કેમ પડી ગયેલ છે તેમ કહી લડાઈ ઝગડો કરી સામ-સામી ઝપાઝપી કરી મારમારતા તે દરમ્યાન અન્ય આરોપીઓ (૧) અનિલભાઈ પાંચાભાઈ સરવૈયા-કોળી, (ર) અશ્વીનભાઈ વિનુભાઈ સરવૈયા-કોળી, (૩) રાજેશભાઈ વિનુભાઈ સરવૈયા-કોળી (ઉ.વ.ર૭), (૪) જયેશભાઈ વિનુભાઈ સરવૈયા-કોળી (રે. તમામ સરદારનગર, લંબે હનુમાન પાછળ ભાવનગર) સહિતનાઓએ એક સંપ કરી લાકડા ધોકા વડે ફરિયાદી તથા સાહિદોને મારમારી એકબીજાને મદદગારી કરી હતી. આ અંગેનો ઉકત આરોપીઓ સામે જયપાલસિંહ મહિપતસિંહ ગોહિલે ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૩ર૩, ૩રપ, ૩ર૬, ૩૦૭, પ૦૪, ૧૧૪, જી.પી.એકટ ૧૩પ મુજબનો ગુનો નોંધાયો હતો. જયારે સામા પક્ષે ફરિયાદી જયેશભાઈ સરવૈયાએ આરોપી જયપાલસિંહ પ્રવિણસિંહ ગોહિલ સહિતના ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ આર.ટી.વાછાણીની અદાલતે સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો પુરાવાઓ અને ગ્રાહ્ય રાખી સેશન કેસ નં-૩૪/૧૭ના આરોપી અશ્વીન, રાજુ, જયેશ સામે ઈપીકો કલમ ૩ર૬ અને ૩ર૩માં કસુરવાર ઠેરવી પાંચ વર્ષની સજા ફટકારી હતી જ્યારે સામા પક્ષે ક્રોસ કેસમાં આરોપી નં-૧ જયપાલસિંહ ગોહિલને ઈપીકો કલમ ૩ર૩માં કસુરવાર ઠેરવી ૬ માસની સજા ફટકારી હતી.

Previous articleભાવનગર ખાતે ૩૨માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો પ્રારંભ
Next articleજિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની ૫૬મી બેઠક મળી