રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત રાણપુરના નાગનેશ ગામે કારોબારી બેઠક તેમજ કર્તવ્યબોધ કાર્યક્રમ યોજાયો

379

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘ- ગુજરાત પ્રેરિત બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે કારોબારી બેઠક તેમજ કર્તવ્યબોધ કાર્યક્રમ યોજાયો જેમાં બોટાદ જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ અધ્યક્ષ જનકભાઈ સાબવા , હરિહરસિંહ વાઘેલા પ્રાંત મંત્રી ,પ્રેરક વક્તા પીઠવા , રાણપુર તાલુકા અધ્યક્ષ,મંત્રી અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ કર્તવ્ય બોધ કાર્યક્રમ અંતર્ગત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ સ્વામી વિવેકાનંદજી ના જીવન પરિચયની વાતો તાલુકા લેવલે થયેલ વિવિધ કાર્યો તમેજ પ્રવૃતિઓનું વૃત આપવામાં આવ્યું હતુ.તાલુકા તેમજ જિલ્લા લેવલ ના શિક્ષકોના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી તેમજ દરેક કારોબારી સભ્યોનો પરિચય લીધો.ત્યારબાદ હવે પછી સંગઠન દ્વારા કેવી પ્રવૃતિઓ અને સેવાકીય કાર્યો કરવાના છે તે આગવું આયોજન પણ કરવામાં આવ્યું.આ ઉપરાંત રાણપુર તાલુકા કારોબારી માંથી મુન્નાભાઈ ની બદલી થતા તેમની વિદાય અને બાબુભાઇ જમોડ સી.આર.સી અલમપુર ની તેમની જગ્યાએ કારોબારી સભ્ય તરીકે નિમણુક કરવામા આવી હતી.કાર્યક્રમના અંતે આભાર માની સૌ સાથે ભોજન લઇ કાર્યક્રમની પૂર્ણાવૃત્તિ કરવામાં આવી હતી..

Previous articleસિહોર કોંગ્રેસ સમિતિ દ્વારા સંવાદ તેમજ જનસંપર્ક કાર્યક્રમ
Next articleસરસપુરના આંબેડકર હોલમાં આગથી ભારે નાસભાગ મચી