પંચાયત આરોગ્ય કર્મચારીઓની ૨૮૦૦ ગ્રેડ પેની ઉગ્ર માંગણી

296

રાજ્યભરનાં પંચાયત હેઠળનાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા છેલ્લા નવ દિવસથી વિવિધ પડતર પ્રશ્નો સહિત ૨૮૦૦ ગ્રેડ પેની માંગણી સાથે આંદોલન ચલાવાઇ રહેલ છે જેમાં ગઇકાલે આરોગ્ય કમિશ્નર દ્વારા એપીડેમીક ડિસીઝ એક્ટ તળે હડતાળી કર્મચારીઓને ફરજ પર હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે ત્યારે આજે પંચાયતી આરોગ્ય કર્મચારીઓ જિલ્લા પંચાયત ખાતે એકઠા થયા હતા અને રોષ ઠાલવ્યો હતો. એકઠા થયેલા ફિમેલ હેલ્થ વર્કરોએ દરેક કેડરમાં કર્મચારીઓને ૨૮૦૦ ગ્રેડ પે આપવામાં આવે છે ત્યારે આરોગ્ય કર્મચારીને તેમાંથી કેમ બાકાત રાખવામાં આવ્યા છે તેવા સવાલો ઉઠાવી રોષ ઠાલવ્યો હતો અને તેમનાં આંદોલન સામે એપીડેમીક એક્ટ તળે સરકાર માનસિક ટેન્શન આપતી હોવાનો આક્ષેપો કર્યા હતા. અને આરોગ્ય કર્મીઓને પણ ૨૮૦૦ ગ્રેડ પે આપાવની ઉગ્ર માંગણી કરી હતી.

Previous articleભાવનગર રેન્જમાં ખૂન, લુંટ, ચોરી, ધાડ સહિતનાં એક વર્ષમાં ૯૦ ટકા ગુના ડિટેક્ટ
Next articleભાવનગર જિલ્લામાં ૬૫,૪૨૨ લાભાર્થીઓને અન્ન સલામતી યોજનાનો લાભ મળશે