ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા બે માસથી ડ્રેનેજ યુક્ત ગંદુ પીવાનું પાણી વિતરણ કરાતું હોવાને લઈને મહિલાઓ દ્વારા હોબાળો મચાવ્યો હતો. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ ગોકુલનગર શેરી નંબર ૮ માં મહિલાઓ દ્વારા હોબાળો કરાયો હતો અને મહાનગર પાલિકા તંત્ર વિરુદ્ધ રોષ સાથે સૂત્રોચ્ચાર કરાયા હતા. આ વિસ્તારમાં છેલ્લા બે માસથી પીવાનું પાણી ગંદુ અને ડ્રેનેજ યુક્ત આવતું હોવાને લઈને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. કુંભારવાડા ગોકુલનગર શેરી નંબર ૮ અને વણકર સોસાયટી બંને વિસ્તારોમાં દુર્ગંધ યુક્ત પાણી વિતરણ કરવામાં આવતું હોય સ્થાનિકોમાં રોગચાળાનો ભય પણ ફેલાયો છે. હાલ નજીકમાં જ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે સ્થાનિકો દ્વારા ચીમકી આપવામાં આવી હતી કે જો પીવાના પાણીની વ્યવસ્થા આ વિસ્તારમાં નહીં કરી આપવામાં આવે તો અનેક લોકો મતદાન પણ નહીં કરે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતા તમામ વેરાઓ સ્થાનિક લોકો દ્વારા ભરપાઈ કરવામાં આવે છે, ક્યારે પીવાના પાણીની વ્યવસ્થા પણ મહાનગરપાલિકા દ્વારા કરી આપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી. ૨ જે અંગે સ્થાનિક મહિલાઓ દ્વારા જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કોરોના ને લઈને લોકોને તમામ પ્રકારે સાવચેતી જાળવવા સહિતની તકેદારી રાખવાનું કહે છે પરંતુ આ વિસ્તારમાં ડૉ અને ગંદુ દુર્ગંધ યુક્ત પાણી વિતરણ કરવામાં આવે છે જેનાથી કોરોના વગર જ સ્થાનિક લોકોમાં રોગચાળો ફેલાયો છે.અને નાના બાળકોને પણ ઝાડા ઉલટી જ વાત કહેશો આ વિસ્તારમાં જોવા મળે છે.ત્યારે આ વિસ્તારમાં લોકોને શુદ્ધ અને પીવાલાયક પાણી વિતરણ કરવામાં આવે તેવી મહિલાઓ દ્વારા માંગ કરાઈ હતી.