ભારતીય જનતા પાર્ટી વતી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા ઈચ્છા ધરાવનાર કાર્યકર્તાઓએ આવતીકાલથી ૩ દિવસ માટે સાંજે ૫/૦૦ થી ૮/૦૦ દરમ્યાન પોતાના ઉમેદવારી માટેના ફોર્મ કાર્યાલય ખાતેથી લઈ પરત જમા કરાવવા.આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે સતત સજ્જ થઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ તરફથી નિરીક્ષકોના નામની જાહેરાત થઈ હતી. જેમાં મોહનભાઇ કૂંડારિયા (સંસદ), જયંતીભાઈ કુવાડિયા (પ્રદેશ ઉપાધ્યક્ષ), ઝવેરિભાઈ ઠાકરાર (પ્રદેશ મંત્રી), હસમુખભાઈ હિંડોચા, ભરતભાઇ કાનાબાર, જૈમીનભાઈ ઉપાધ્યાય, બીનાબેન આચાર્ય, દર્શીતાબેન શાહ અને અમીબહેન પરીખ એમ નવ નિરીક્ષકોના નામની જાહેરાત આજે કરવામાં આવી હતી જે આગામી દિવસોમાં ભાવનગર મહાનગરના દાવેદાર કાર્યકર્તાઓને મળી સાંભળશે.
શહેર અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યાએ આજે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે લોકોની શ્રદ્ધા, વિશ્વાસ અને ભરોસો દ્રઢ બન્યો છે અને પક્ષની વિચાર ધારાનો વ્યાપ જન-જન સુધી અને ઘર-ઘર સુધી પહોંચ્યો છે ત્યારે સ્વાભાવિક કાર્યકર્તાઓની ચૂંટણી લડવા માટેની અપેક્ષા પણ વધતી હોય એ સ્વાભાવિક છે ત્યારે ભાવનગર મહાનગર માટે નિરીક્ષકોની આજે ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશ તરફથી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજી તરફથી કરી દેવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં નિરીક્ષકો ભાવનગર મહાનગર ખાતે ટીકીટ માટેના દાવેદાર કાર્યકર્તાઓને સાંભળવા માટે આવશે પરંન્તુ તે પહેલાની પ્રક્રિયા મુજબ ભારતીય જનતા પાર્ટી વતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડવા ઈચ્છા ધરાવનાર કાર્યકર્તા માટે ઉમેદવારી ફોર્મ રાખવામાં આવેલ છે જે આવતી કાલથી સાંજે ૫/૦૦ થી ૮/૦૦ કલાક દરમ્યાન શહેર ભા.જ.પા.કાર્યાલય, દીનદયાળ ભવન, સર.ટી.હોસ્પિટલ સામે થી મળશે જે માત્ર ત્રણ દિવસ માટે જ મળશે અને ત્રણ દિવસમાં આ ફોર્મ ભરી કાર્યાલય પરત જમા કરાવવાનું રહેશે.