ભાવનગરમાં ભાજપમાં ટિકિટ વાંચ્છુકો માટે રાફડો ફાટ્યો, ૫૨ ટિકિટ માટે ૬૦૦થી વધુ ઉમેદવારો આવ્યા

351

ભાવનગર શહેરના અલગ અલગ ૧૩ વોર્ડની ભાજપ દ્વારા સેન્સ લેવામાં આવી હતી. ભાજપમાંથી ચૂંટણી લડવા માટે ઉમેદવારોનો રાફડો ફાટયો હતો. જેમાં ત્રણ દિવસમાં ૯૦૦થી વધારે ફોર્મ ઉપડ્યા હતા. જેમાં ૬૦૦થી વધારે ફોર્મ પરત આવ્યા હતા એટલે કે આગામી કોર્પોરેશનની ચૂંટણી માટે ૫૨ ઉમેદવારો માટે ૬૦૦થી વધારે ઉમેદવારો આવ્યા હતા. ઉમેદવારો પોતાના સહાયકો સાથે નિરીક્ષકો પાસે ટિકિટ માંગી હતી.ભાવનગર મહાપાલિકાની ચૂંટણીને લઈને ભાજપમાં ચૂંટણી લડવા ઇચ્છુક લોકોનો ને સેન્સ લેવા આજે નિરીક્ષકો ની ટીમ ભાવનગર અકવાડા ખાતે ગુરુકુળ સ્કૂલ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં ત્રણ જોન માં વેચવામાં આવ્યા હતા રૂવાપરી ઝોન, ગોરીશંકર ઝોન, તખ્તેશ્વર ઝોનમાં વેચવામાં આવ્યા છે.

ભાજપના ત્રણ ઝોનમાં વહેચવામાં આવ્યા હતા જેમાં રૂવાપરી ઝોન જયંતીભાઈ કવાડિયા, હસમુખભાઈ હિંડોચા, બીનાબેન આચાર્ય નિરીક્ષકોએ વોર્ડ નં. ૪- કરચલિયા પરા, વોર્ડ નં. ૫- ઉ.કૃષ્ણનગર, રૂવા, વોર્ડ નં. ૧૧-દક્ષિણ સરદારનગર, અધેવાડા, વોર્ડ નં. ૧૨- ઉ.સરદારનગર, તરસમિયા, વોર્ડ નં. ૧૩- ઘોઘાસર્કલ, અકવાડા સહિત ના વોર્ડ ના લોકો ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો સાંભળ્યા હતા.તખ્તેશ્વર ઝોનમાં ભરતભાઇ કાનાબાર, ડો.દર્શિતાબેન શાહ, હરિભાઇ પટેલ નિરીક્ષકોએ વોર્ડ નં.૬ પીરછલ્લા, વોર્ડ નં.૮ વડવા અ, વોર્ડ ન.૧૦ કાળીયાબીડ, સીદસર, અધેવાડા અને વોર્ડ નં.૭ તખ્તેશ્વર સહિતના વોર્ડના લોકોને નિરીક્ષકોએ ઉમેદવારોને સાંભળ્યા હતા.ગોરીશંકર ઝોનમાં ઝવેરીભાઈ ઠકરાર, જૈમનભાઈ ઉપાધ્યાય, અમીબેન પરીખ નિરીક્ષકોએ વોર્ડ નંબર-૩ વડવા બ, વોર્ડ નંબર ૨- કુંભારવાડા, વોર્ડ નંબર-૯ બોરતળાવ, વોર્ડ નંબર ૧- ચિત્રા, ફુલસર, નારી સહિતના વોર્ડના લોકોને નિરીક્ષકોએ ઉમેદવારોનીને સાંભળ્યા હતા. ગઈકાલે ચૂંટણી પંચ દ્વારા આગામી ચૂંટણી જાહેર થઈ છે ત્યારે આજે શહેર ભાજપ દ્વારા ૫૨ ટિકિટ માટે ઉમેદવારો માટે સેન્સ યોજાયો જેમાં ભાજપના જુના-નવા કોર્પોરેટર, આગેવાનો, કાર્યકરોએ સહિતના લોકો ઉમટી પડ્યા હતા.

Previous articleમહુવાના પીપળવા ગામે કોળી સમાજના સમુહ લગ્ન યોજાયા
Next articleભાવનગરના ખેડૂતો ૨૬ મીએ શહેરમાં ટ્રેક્ટર રેલી યોજી આંદોલનને સમર્થન આપશે