દામનગર શહેરમાં સમસ્ત દલિત સમાજે રેલી યોજી મામલતદાર તેમજ દામનગર પોલીસ આવેદનપત્ર પાઠવ્યું. તાજેતરમાં દેશની સર્વોચ્ચ અદાલતે આપેલ નવી ગાઈડ લાયન્સના વિરૂધ્ધ સમસ્ત દામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના દલિત સમાજે જય ભીમના નારા સાથે શહેરભરની મુખ્ય બજારમાં રેલી રૂપે આવેદનપત્ર પાઠવ્યું અને દામનગર શહેર સવાર દસ વાગ્યા પછી બંધ રહ્યું. મુખ્ય બજારો અને ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારોમાં રેલી પસાર થતા શહેર બંધ રહ્યું હતું. એટ્રોસીટી એક્ટની જોગવાઈમાં દેશની સર્વોચ્ચ અદાલતે આપેલ નવી ગાઈડ લાઈન્સથી નારાજ દલિત સમાજે જય ભીમના નાદ સાથે અનેક વિસ્તાર ફરી આવેદનપત્ર પાઠવ્યું. ખુબ મોટી સંખ્યામાં દામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી દલિત સમાજ હાજર રહ્યો હતો. એટ્રોસીટી એક્ટમાં સર્વોચ્ચ અદાલતે આપેલ નવી ગાઈડલાઈન્સમાં દ્વેષપ્રેરણ સ્થળે આરોપીની હાજરી ગુનાની તપાસમાં તથ્ય જણાયે આરોપીની અટક કરવી જેવા સુધારા સાથે આપેલ ગાઈડલાઈન્સથી નારાજ દલિત સમાજે કાયદો પાંગળો બનવાની દહેશત દર્શાવી આ ગાઈડ લાયન્સનો સજ્જડ વિરોધ કર્યો હતો.