ભાવનગર મંડલએ 72 મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી સંપૂર્ણ ઉત્સાહથી કરવામાં આવી હતી. મંડલ રેલ પ્રબંધક પ્રતીક ગોસ્વામીએ રેલ્વે સ્ટેડિયમ – ભાવનગર પરા ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને ધ્વજને સલામી આપી હતી.આ પ્રસંગે રેલવે પ્રોટેક્શન ફોર્સ, સિવિલ ડિફેન્સ, અને સ્કાઉટ એન્ડ ગાઇડના જવાનોએ પરેડ રજૂ કરી હતી, કાર્યક્રમમાં મંડલ રેલ પ્રબંધકે કર્મચારીઓને કાર્યક્રમ સફળ બનાવવામાં મહત્વના યોગદાન બદલ સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં અધિકારીઓ, કર્મચારીઓ અને તેના પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહયા હતા.