શિશુવિહાર પ્રાંગણમાં ગણતંત્ર પર્વની ઉજવણી કરાઈ

521

શિશુવિહાર સંસ્થાના પટાંગણમાં ક્રીડાંગણના તાલીમાર્થીઓએ 72માં ગણતંત્ર પ્રસંગે ત્રિરંગાને સલામી અર્પણ કરી હતી. ભાવનગરના સંનિષ્ઠ શિક્ષક રાઘવજીભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ સમારોહમાં જરૂરિયાત મંદ પરિવારોને હિમેશભાઈ ત્રિવેદી દ્વારા હાથલારીનું વિતરણ તથા 8 સીવણ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર સાથે સાધન-સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં સંસ્થા પરિવારના નાગરિકોએ ઉપસ્થિતિ દાખવીને રાષ્ટ્રને ભાવાંજલિ આપી હતી.

આ ઉપરાંત ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં પ્રજાસતાક પર્વની આન-બાન અને શાન સાથે ઉજવણી થશે. જેમાં તળાજા, પાલીતાણા, મહુવા, ઘોઘા, ગારીયાધાર, સિહોર, જેસર, ઉમરાળા, ભાવનગર ગ્રામ્ય, વલ્લભીપુર સહિતના તાલુકા મથકોમાં પણ જવાબદાર સરકારી અધિકારીઓ દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકાવી પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઈ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Previous articleભાવનગર રેલવે મંડલ પર ગણતંત્ર દિવસ સંપૂર્ણ ઉત્સાહથી ઉજવાયો હતો
Next articleભાવનગર મંડલનો ટિકિટ ચેકિંગ સ્ટાફ હવે ડિજિટલ માધ્યમથી પણ પૈસા વસૂલ કરી શકશે