પશ્ચિમ રેલવેના ભાવનગર મંડલના ઓન બોર્ડ ટિકિટ ચેકિંગ સ્ટાફ અને સ્ટેશનો પર કાર્યરત ટિકિટ ચેકિંગ સ્ટાફ હવે ડિજિટલ મોડ દ્વારા પણ પૈસા વસૂલ કરી શકશે. મંડલના તમામ ચેકીંગ સ્ટાફને હવે પીઓએસ મશીનો પૂરા પાડવામાં આવ્યા છે, ભાવનગર રેલવે મંડલ આમ કરવા માટે પશ્ચિમ રેલવેમાં પ્રથમ છે. આની સાથે યાત્રિઓ હવે મુસાફરી દરમિયાન કોઈપણ પ્રકારની ચુકવણી તેમજ ડેબિટ કાર્ડ / ક્રેડિટ કાર્ડ / યુપીઆઈ ચુકવણી મોડ (એટલે કે ભીમ એપ, ગૂગલ પે, ભારત ક્યૂઆર વગેરે) દ્વારા રોકડ રકમની ચૂકવણી કરી શકશે.
યાત્રિઓને યાત્રા દરમિયાન ચુકવણી માટે ડિજિટલ માધ્યમનો મહત્તમ ઉપયોગ કરવા વિનંતી છે, જે ડિજિટલ ભારત અભિયાનને વેગ આપશે.