૭૨ માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બોટાદ જીલ્લાના રાણપુરમાં ધી.જન્મભૂમિ હાઈસ્કુલ અને ધી.જન્મભૂમિ પ્રાથમિક શાળા ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યુ.રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીઓ પ્રકાશભાઈ સોની,રાજુભાઈ શાહ હાજર રહ્યા હતા તેમજ હાઈસ્કુલના આચાર્ય અનિલભાઈ ગોહિલ,શાળાના તમામ શિક્ષકગણ,વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર