કોવિડ વેકસીનેશનના બીજા તબક્કામાં જિલ્લાના ૪,૭૦૦ થી વધુ ફ્રન્ટલાઈન વર્કર્સ જોડાયા

331

ભાવનગર જિલ્લામાં કોવિડ વેકસીનેશનના બીજા તબક્કાનો જિલ્લાવ્યાપી પ્રારંભ થયેલ છે.જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૧,૦૦૦ પોલીસ કર્મચારીઓ તેમજ નગરપાલિકા તથા ગ્રામીણ વિસ્તારોમાં ૩૭૦૦ થી વધુ કોવિડ ફ્રન્ટલાઈન વર્કર્સ કોવિડ વેકસીનેશન લેવાં જોડાયાં હતા.

જેમાં જિલ્લાના ભાવનગર તાલુકામાં ૯૩૫, ઘોઘા ખાતે ૮૧, તળાજા ખાતે ૫૩૦, મહુવા ખાતે ૪૬૫, જેસર ખાતે ૧૮, પાલીતાણા ખાતે ૬૦૩, ગારીયાધાર ખાતે ૩૫૯, વલ્લભીપુર ખાતે ૨૫૫, ઉમરાળા ખાતે ૧૪૧ તેમજ સિહોર ખાતે ૩૫૪ સહિત કુલ ૩૭૪૧ મહેસુલ વિભાગ, પોલીસ, પંચાયત વિભાગ સહિતના વિભાગોના ફ્રન્ટ લાઈન વર્કર્સે કોવિડ વેકસીન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.


ભાવનગરની સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજ ખાતે આજે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા,રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોર, જિલ્લા જેલ અધિક્ષક મકવાણા, હોમગાર્ડ કમાન્ડન્ટ શંભુસિંહ સહિતના અધિકારીશ્રીઓએ વેકસીન લીધી હતી.જ્યારે જિલ્લાના તમામ નાયબ પોલીસ અધિક્ષક, પ્રાંત અધિકારી તથા મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ લગત વિસ્તારોમાં કોવિડ વેકસીન લઈ રસીકરણ અભિયાનમાં જોડાયાં હતા.કોવિડ વેકસીન લીધાં બાદ જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે વેકસીનેશનના બીજા તબકકામાં આજે મારા સહિત જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓએ આ વેકસીન લીધી છે. આ કોવિડ વેકસીન કોઈપણ પ્રકારની આડઅસર વિનાની એકદમ સુરક્ષિત વેકસીન છે.આજે ૪૭૦૦ જેટલા ફ્રન્ટલાઈન વર્કર્સને આ વેકસીન આપવા માટેનું જિલ્લાવ્યાપી આયોજન હાથ ધરાયુ છે.જેમાં તબક્કાવાર મહેસુલ તથા પંચાયતના કર્મીઓને પણ આવરી લેવામાં આવશે.તેમ જણાવી જિલ્લાના તમામ નાગરિકોને પણ જ્યારે તેમનો ક્રમ આવે ત્યારે અચૂક આ કોવિડ વેકસીન લેવા જિલ્લા કલેકટરશ્રીએ અનુરોધ કર્યો હતો.

Previous articleરાણપુરમાં ધી.જન્મભુમિ હાઈસ્કુલ ખાતે ધ્વજવંદન કરવામાં આવ્યુ.
Next articleજિલ્લા વિકાસ અધિકારીના હસ્તે બાળકોને રસી પીવડાવી પોલીયો રસીકરણ અભિયાનનો શુભારંભ કરાયો