ભાવનગર જિલ્લામાં ૧,૧૧૫ પોલિયો બુથ પર ૦ થી ૫ વર્ષના ૧.૭૬ લાખથી વધુ બાળકોને પોલિયો નાબુદી અભિયાન અંતર્ગત પોલિયા રસી આપવાનું આયોજન કરાયું છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી જિલ્લા કક્ષાના પલ્સ પોલિયો અભિયાનની શરૂઆત જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ દ્વારા કરવામા આવી હતી. જેમા વિભાગીય નાયબ નિયામક ડૉ.આર.બી પટેલ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એન.સી.વેકરીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.