વડતાલ,ગઢડા,જુનાગઢ,સાળંગપુર દ્રારા સંયુક્ત રીતે રામ જન્મભૂમિ નિર્માણ માટે ૧ કરોડ ૧ લાખની માતબર રકમનું સેવાર્થે દાન આપવામાં આવ્યુ,શિક્ષણમંત્રી,નૌતમ સ્વામી,આત્માનંદ સરસ્વતી સહીત વડતાલ વાસી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-મહંતો ખાસ હાજર રહ્યા..છેલ્લા ઘણા વર્ષોથી વિવાદમાં પડેલ અને અટવાયેલ રામ મંદીર નિર્માણ મુદ્દે ચુકાદો આવતા અયોધ્યા ખાતેના રામ જન્મ ભૂમિના મંદીર નિર્માણ માટે પુરજોશમાં કામગીરી ચાલી રહી છે.જેમાં બહુ જ મોટી રકમ ખર્ચ થવાની છે.ત્યારે આ તકે દેશ વિદેશમાંથી લાખો હરિભક્તો સાધુ સંતો મહંતો મંદીર અને દાતાઓ તેમજ નાના માં નાનો માણસ પણ પોતાની યથાશક્તિ સેવા લખાવી અને મંદીર નિર્માણ માં દાન કરી રહ્યા છે.ત્યારે આ સેવાર્થે કાર્યની ઉત્તમ તકને બોટાદ જીલ્લાના સાળંગપુર ગામ ખાતે આવેલ વિશ્વપ્રસિધ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીરના શાસ્ત્રી સ્વામી હરિ પ્રકાશદાસજી અને કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી સ્વામીના નેતૃત્વમાં સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીર ખાતે વિષેશ સભા રાખવામાં આવી હતી.જેમાં રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,નૌતમ સ્વામી,આત્માનંદ સરસ્વતી મહારાજ,પાળીયાદ જગ્યાના ભયલુભાઈ, આર.એસ.એસ.ના ડો.જયંતીભાઈ, ચેતનભાઈ રામાણી સહીતના અનેક સાધુ સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તમામ ઉપસ્થિત આગેવાનોનુ ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.વડતાલ વાસી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ,સાળંગપુર અને ગઢડા તેમજ જુનાગઢ મંદીર દ્રારા સંયુક્ત ઉપક્રમે રામ જન્મભૂમિ મંદીર નિર્માણ માટે ૧ કરોડ ૧ લાખનું માતબર રકમનું સેવાર્થે દાના આપવામાં આવ્યુ.સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીર ના પરીસરમાં સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં સરધાર વાળા નિત્યસ્વરૂપસ્વામી એ ઘરસભા યોજી હતી.અને આ સભા અંતર્ગત જેમાં મુળ સ્વામિનારાયણ સંપ્રદાયના લક્ષ્મી નારાયણદેવ ટ્રસ્ટ વડતાલ મંદીર તેમજ ગોપીનાથજી દેવ ટ્રસ્ટ ગઢડા મંદીર અને રાધા રમણ દેવ ટ્રસ્ટ જુનાગઢ મંદીર અને કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીર સાળંગપુર દ્રારા સંયુક્ત ઉપક્રમ ૧ કરોડ ૧ લાખનું માતબર રકમનું સેવાર્થે અયોધ્યા ખાતેના રામ જન્મભૂમિ મંદીર નિર્માણમાં સમર્પણ નિધિ અર્પણ કરી દાન આપવામાં આવ્યુ આ સેવાર્થે દાન નિધિ અયોધ્યા ખાતે નિર્માણ પામી રહેલ ભવ્યાતિભવ્ય રામ જન્મભૂમિ મંદીર નિર્માણમાં ઉપયોગમાં લેવાશે.