બગદાણા ધામમા સાદગીપૂર્ણ માહોલમા ૪૪મી પૂણ્યતિથીની ઉજવણી કરાઇ

348

બગદાણે બજરંગદાસજીનાં નારા સાથે બગદાણા ગુરૂ આશ્રમ ખાતે ૪૪મી પૂણ્યતિથીની ઉજવણી સાદગીપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી, બગદાણા ગુરૂ આશ્રમ ખાતે ૪૪મી પૂણ્યતિથી નિમિત્તે પૂજા અર્ચના, ધજા ચડાવવાનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પૂણ્યતિથીની ઉજવણી ગુરૂ ભક્તોએ ઓનલાઇન નિહાળી ધન્યતા અનુભવી હતી.

બગદાણા ગુરૂ આશ્રમ ખાતે બજરંગદાસ બાપાની ૪૪મી પૂણ્યતિથીની ઉજવણી સાદગીપૂર્ણ માહોલમાં યોજવામાં આવી હતી. હાલ કોરોના કાળના સમયમાં ઉજવણી સાદગીપૂર્ણ માહોલમાં યોજવામાં આવી હતી. બગદાણા બજરંગદાસ બાપાનાં આશ્રમ ખાતે સવારનાં સમયે ધજા ચડાવવામાં આવી હતી, તદ્‌ઉપરાંત પૂજા વિધી કરવામાં આવ્યા બાદ મહાઆરતી કરવામાં આવી હતી.
આ સમગ્ર આયોજન સાદગીપૂર્ણ માહોલમાં યોજવામાં આવેલ તેમજ સમગ્ર ઉજવણી ઓનલાઇન કરવામાં આવેલ. હરિભક્તોેએ આ લાભ લિધો હતો અને ધન્યતા અનુભવી હતી.. ભક્તોએ બજરંગદાસ બાપાનાં દર્શન ઓનલાઇન કર્યા હતા. તમામ પૂજા વિધી ઓનલાઇન અને સાદગી પૂર્ણ માહોલમાં યોજવામાં આવી હતી. ભક્તોએ ઓનલાઇન નિહાળી ધન્યતાની સાથો સાથ બાપાનાં આશિર્વાદ મેળવ્યા હતા.

Previous articleરામમંદીર નિર્માણ નિધિમાં સાળંગપુરથી વડતાલવાસી સ્વામિનારાયણ સંપ્રદાયે ૧ કરોડ ૧ લાખ અર્પણ કર્યા
Next articleભાવનગરમાં ધોરણ-૯ અને ૧૧ની શાળા શરૂ થતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ, સ્કૂલોએ વિદ્યાર્થીઓને આવકાર્યા