શિવાજી સર્કલ-સમર્પણ ફીડરના વિસ્તારોમાં કાલે વીજકાપ જાહેર

266

શુક્રવારે અકવાડા અને શનિવારે સંસ્કાર મંડળ ફીડરના વિસ્તારોમાં સવારે ૭થી બપોરના ૨ વાગ્યા સુધી વીજ કાપ
ભાવનગર સિટી ડિવીઝન-૨ હેઠળના વિવિધ વિસ્તારોમાં તા.૪ ફેબ્રુઆરીથી વીજકાપ અજાહેર કરવામાં આવ્યો છે. જેમાં તા.૪ ફેબ્રુઆરીને ગુરૂવારે શિવાજી સર્કલ ફીડરના વિસ્તારોમાં ૭ કલાક અને સમર્પણ ફીડરના વિસ્તારોમાં ચાર કલાકનો વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે.તા.૪ ફેબ્રુઆરીને ગુરૂવારે સરદારનગર સબ સ્ટેશનના શિવાજી સર્કલ ફીડર હેઠળના સાગર પાર્ક, મારૂતિ કોમ્પલેક્સ, પ્રગતિ સોસાયટી, મંત્રેશ કોમ્પલેક્સ, ક્રિષ્ના કોટેજ, બાલયોગીનગર, મનીપાર્ક, સત્કાર, નારેશ્વર, શિવાજી પાર્ક, ડાયમંડ વિસ્તાર, પખારામ કોમ્પલેક્સ, વારાહી, અજય પાન, નૂતન ભારતી, ફાતિમા શાળા, મંદાર કોલોની, સરદારનગરથી શિવાજી સર્કલ ડાબી બાજુના વિસ્તારમાં સવારે ૭ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહી.
તા.૪ને ગુરૂવારે બંદર રોડ સબ સ્ટેશનના સમર્પણ ફીડરના પંચવટી, યોગીદર્શન, શૈલાસ ભૂમિ, રાધેશ્યામ કોમ્પલેક્સથી શિવાજી સર્કલ સુધીનો જમણી અને ડાબી બાજુના વિસ્તારમાં સવારે ૭ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહી.
તા.૫ ફેબ્રુઆરીને શુક્રવારે સરદારનગર સબ સ્ટેશનના અકવાડા ફીડર હેઠળના અકવાડા ગામ, અકવાડા મદરેસા, શીતળા માતાજીના મંદિરનજીકનો વિસ્તાર, ગુરૂકુળ અકવાડા, મુરલીધર સોસાયટી, કૈલાસ સોસાયટી અને સંકલ્પ ટાઉનશીપ વિસ્તારમાં સવારે ૭ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહી.
તા.૬ ફેબ્રુઆરીને શનિવારે સરદારનગર સબ સ્ટેશનના સંસ્કાર મંડળ ફીડર હેઠળના ભગીની મંડળ, કસ્ટમ ઓફિસ, શાંતિનિકેતન, શોપર્સ પ્લાઝા, વિહાર કોમ્પલેક્સથી રિલાયન્સ પેટ્રોલ પંપ, શોભરાજ કોમ્પલેક્સ, જવાહર મેદાન રોડ પર સહિતના વિસ્તારોમાં સવારે ૭ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહી.
આમ ભાવનગર શહેરના અલગ-અલગ ચાર ફીડરોમાં ગુરૂવારથી શનિવાર સુધી ૪ કલાકથી ૭ કલાક સુધીનો વીજકાપ પીજીવીસીએલ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

Previous articleભાવનગરના અલંગમાં યુરોપીયન યુનિયનના જહાજો ભંગાવવા આવશેઃ ચેમ્બર પ્રમુખ
Next articleચાર વર્ષ વિત્યા છતાં બોટાદ-અમદાવાદ વચ્ચેનું રેલ લાઈન ગેજ કન્વર્ઝન અપૂર્ણ