ભાવનગર સદ્દવિચાર સેવા સમિતિના મુખ્ય દાતાને શ્રધ્ધાંજલી અર્થે સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ

310

ભાવનગર શહેરની સર.ટી.હોસ્પીટલ કમ્પાઉન્ડ, ટ્રોમા સેન્ટરની બાજુમાં આવેલ ભાવનગર સવિચાર સેવા સમિતિના મુખ્યદાતા અને છેલ્લા ૨૦ વર્ષથી સંસ્થા સાથે જોડાયેલા બીપીનચંદ્ર બાલુભાઈ શાહ (ઉ.વ .૮૩),નું દુઃખદ અવસાન થતા સંસ્થાને ન પુુંરાય તેવી ખોટ પડી છે. ગઇકાલે મંગળવારે સ્વર્ગસ્થને શ્રધ્ધાંજલી પાઠવવા સદ્દવિચાર સેવા સમિતિના હોલમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સંસ્થાના રાજુભાઈ ભટ્ટ, પ્રમોદભાઈ શાહ , મહિપતભાઈ મહેતા, સ્વ.બિપીનચંદ્રભાઈના પુત્ર હિમાંશુભાઈ, બિમલભાઈ શાહ, અતુલભાઈ સહિતનો પરિવારજનો તેમજ સર.ટી.હોસ્પીટલ ના લાભાર્થી દર્દીના પરિવારજનો ઉપસ્થિત રહયા હતા. આ સર્વધર્મ પ્રાર્થના સભામાં સ્નેહા ફાઉન્ડેશનના આગેવાન અને શિખ ધર્મના અગ્રણી ગુરૂપ્રિતસિંઘજી, મુસ્લીમ સમાજના આગેવાન અને પુર્વનગરસેવક કાળુભાઈ બેલીમ, સર.ટી.હોસ્પીટલના કલાર્ક અને ખ્રિસ્તી ધર્મના અગ્રણી ક્રિશ્ચનભાઈ સહિતનાઓએ સ્વર્ગસ્થ માટે પ્રાર્થનાઓ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના આગેવાનો ભરતભાઈ શાહ, ગુલાબસિંહ જાડેજા (આસિ.સબ.ઇન્સ.જીઇબી પો.સ્ટે), નટુભાઈ સોની, અજયભાઈ હાંડા સહિતનાઓએ સારી જહેમત ઉઠાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વર્ગીય બીપીનચંદ્ર શાહ સદ્‌ વિચાર સેવા સમિતિના મુખ્ય દાતા હતા, અને સંસ્થા સાથે જોડાયેલા હતા. સર.ટી.હોસ્પીટલમાં સારવાર લઈ રહેલા તમામ જ્ઞાતિના દર્દી તથા તેમના પરિવાર માટે ટીફીનની વ્યવસ્થા કરવી, જરૂરતમંદ દર્દીઓને દવાઓ, તેમજ થેલેસેમીયા, કેન્સર જેવી બિમારીના દર્દીઓને દર માસે ધરવપરાશની ચીજવસ્તુઓની કીટ, આપવી, તેમજ લોકડાઉન વેળાએ તેમના પરિવારજનો તથા સ્વર્ગસ્થ દ્વારા જરૂરીયાતમંદ પરિવારજનોને પણ મદદરૂપ થયા હતા.

Previous articleચાર વર્ષ વિત્યા છતાં બોટાદ-અમદાવાદ વચ્ચેનું રેલ લાઈન ગેજ કન્વર્ઝન અપૂર્ણ
Next articleહાઇકોર્ટ રોડની વચોવચ મસમોટો ખાડો