ભાવનગર ડિવિઝનના ધોરાજી સ્ટેશનથી ગુજરાતની પહેલી “કિસાન રેલ” દોડી

311

કિસાન રેલમાં ડુંગળી લોડ થવાના દ્રશ્યો.ગુજરાતની પ્રથમ “કિસાન રેલ” આજે પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળના ધોરાજી સ્ટેશનથી દોડી હતી. આ ટ્રેન ગુજરાતથી આસામ દોડશે. ગુજરાતનું પ્રથમ “કિસાન રેલ” ગુજરાતના ધોરાજી સ્ટેશનથી આસામના ન્યૂ ગુવાહાટી શેડ સુધી ૦૩ ફેબ્રુઆરી ૨૦૨૧ (બુધવારે) ચાલી. કિસાન રેલ સસ્તા દરે ડુંગળીના પરિવહનમાં મદદ કરશે. આ રેલવેને દરેક રેકથી આશરે ૩૨.૫૭ લાખ રૂપિયાની આવક થશે. આ પ્રકારની ૧૦ રેક ભાવનગર મંડળથી રવાના થશે, જેના કારણે રેલવેને રૂ. ૩.૨૬ કરોડની આવક થશે.આ સ્ટેશનો પર સાપ્તાહિક રેલગાડી રોકાશેકિસાન રેલ સાપ્તાહિક સેવા છે, જે ધોરાજીથી દર બુધવારે રાત્રી ૨૨.૧૫ વાગ્યે દોડશે અને ચોથા દિવસે શનિવારે બપોરે ૧૩.૧૫ વાગ્યે ન્યૂ ગુવાહાટી શેડ પર પહોંચશે. વાપસીમાં, આ ટ્રેન ન્યૂ ગુવાહાટી શેડથી દર રવિવારે સવારે ૦૬.૦૦ વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે ધોરાજી સ્ટેશન પહોંચશે. એક રાઉન્ડના ૬૩ કલાકમાં આ ટ્રેન ૨૯૩૮ કિ.મી.નું કુલ અંતર કાપશે. આ ટ્રેન રાજકોટ, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર, બાંદીકુઇ જં., ભરતપુર, આગરા ફોર્ટ, ટુંડલા જં., કાનપુર સેન્ટ્રલ, લખનઉ, બારાબાંકી જં., ગોરખપુર, છપરા, બરૌની જં., કટિહાર જં., ન્યુ જલપાઈગુડ઼ી, ન્યુ બંગાઇગાંવ અને ચાંગસારી સ્ટેશનો પર રોકાશે.

Previous articleહાઇકોર્ટ રોડની વચોવચ મસમોટો ખાડો
Next articleભાવનગર મહાનગરપાલિકાના ૧૩ વોર્ડ માટે ભાજપે ૫૨ ઉમેદવારો જાહેર કર્યા, ૨૬ મહિલાઓને ટિકિટ અપાઈ