ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. ભાવનગર મહાનગરપાલિકાના ૧૩ વોર્ડ માટે ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ૧૩ વોર્ડ માટે ૫૨ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. જેમાંથી ૨૬ મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. દરેક વોર્ડમાં ૨ પુરુષ અને ૨ મહિલા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે મનપાની ચૂંટણીમાં ૧૧ પૂર્વ નગરસેવકોને રિપિટ કર્યા છે, જ્યારે ૪૧ નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.
ભાવનગરમાં ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવ્યા બાદ જે ટિકિટ વાંચ્છુને ઉમેદવારી નથી મળી તેમના સમર્થકોમાં સોંપો પડી ગયો છે. જ્યારે યાદીમાં પોતાના મનગમતા ઉમેદવારનું નામ જોવા મળતા એ સમર્થકો ગેલમાં આવી ગયા છે અને હવે એડી ચોંટીનું જોર લગાવીને પોતાના ઉમેદવારને વિજયી બનાવવાની તૈયારીઓ કરી રહ્યાં છે.
રિપીટ ઉમેદવારોની યાદી
(૧) વોર્ડ નં.૧ ચિત્રા-ફુલસર માંથી કીર્તિબેન દાણીઘારીયા(૨) વોર્ડ નં.૬ પીરછલ્લા યોગીતાબેન ત્રિવેદી (૩) વોર્ડ નં.૬ પીરછલ્લા કુમાર શાહ(૪) વોર્ડ નં.૮ વડવા-અ ભારતીબેન બારૈયા,(૫) વોર્ડ નં.૮ વડવા-અ રાજેશભાઈ રાબડીયા (૬) વોર્ડ નં.૮ વડવા-અ રાજેશભાઈ પંડ્યા(૭) વોર્ડ નં.૯ અશોક બારૈયા (પૂર્વ.ડે.મેયર)(૮) વોર્ડ નં.૧૦ ધીરુભાઈ ધામેલીયા (૯) વોર્ડ નં.૧૦ પરેશભાઈ પંડ્યા (૧૦) વોર્ડ નં.૧૦ શારદાબેન મકવાણા(૧૧) વોર્ડ નં.૧૧ કિશોરભાઈ ગુરુમુખાણી(૧૨) વોર્ડ નં.૧૨ ઉત્તર સરદારનગર યુવરાજસિંહ ગોહિલ (પૂર્વ.ચેરમેન)
ત્રણ ટર્મ અને વધુ ઉંમર વાળા કપાયેલા ઉમેદવારોની યાદી
(૧) વોર્ડ નં.૫ મનહરભાઈ મોરી (૨) વોર્ડ નં.૬ જલવીકાબેન ગોંડલીયા (૩) વોર્ડ નં.૧૩ અભયસિંહ ચૌહાણ(૪) વોર્ડ નં.૧૩ યોગીતાબેન પંડ્યા(૫) વોર્ડ નં.૧૩ નિમુબેન બાંભણીયા(૬) વોર્ડ નં.૧૨ દિનેશભાઇ ગોહેલ(૭) વોર્ડ નં.૧૧ દિવ્યા વ્યાસ(૮) વોર્ડ નં.૬ કલ્પેશ શાહ (૯) વોર્ડ નં. ૬ સુરેશભાઈ ઘાધલીયા(૧૦) વોર્ડ નં.૩ કાંતાબેન મકવાણા(૧૧) વોર્ડ નં.૮ લીલાબેન ખીજડીયા