કેન્સર ડે : ભાવનગરની દીકરીએ સ્ત્રીના સૌંદર્યના આભૂષણ સમા ૩ ફૂટ લાંબા વાળનું દાન કર્યું

318

વાળ નહીં તમારા વિચારો જ તમારું સૌંદર્ય છે : ડો.સ્મિતાબેન
ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારના ભગવતી સર્કલ પાસે રેહતા ડો.સ્મિતાબેન એ કેન્સર ડે નિમિતે આજે પોતાના ૩ ફૂટ લાંબા વાળનું દાન કર્યું હતું. ડો.સ્મિતાબેન વનરા લીલા સર્કલ પાસે આવેલા સલોન ખાતેથી પોતાના માથાના વાળ ઉતરાવ્યા હતા અને અમદાવાદ ટાટા મેમોરિયલ હોસ્પિટલ ખાતે કેન્સરમાં વાળ ગુમાવનાર બહેનને વિગ બનાવવા માટે મોકલી આપશે. આમ, ડો.સ્મિતાબેન ગૌરવ સંવેદનાસભર કામ કરીને કેન્સર જાગૃતિમાં પોતાનું અનોખું યોગદાન આપ્યું હતું.
ડો.સ્મિતાબેન વનરાએ જણાવ્યું હતું કે સૌંદર્યએ સ્ત્રીનું આભુષણ છે. આ આભુષણોમાં સ્ત્રીને પોતાના વાળ (કેશ) બેહદ પસંદ હોય છે. આજે ૪થી ફેબ્રુઆરીએ વર્લ્ડ કેન્સર ડે નિમિતે કુ.સ્મિતા વનરા પોતાના કેશ વીગ બનાવવા માટે અર્પણ કર્યા હતા. તેણીના પિતા નટવરલાલ દેશ-વિદેશમાં વૈધ તરીકેની ખ્યાતિ ધરાવે છે. અને અનેક લોકોના અસાધ્ય રોગો મટાડીને ખૂબ જ માનવીય સેવા કરી છે. જેને લઈ તેમની દીકરી પણ કેન્સર પીડીત માટે પોતાના વાળની વિગ બનાવીને આપ્યા હતા.
મોરારજી દેસાઈ ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સ વડોદરા ખાતે બી.અને.વાય.એસ.ના અંતિમ ચોથા વર્ષમાં નેચરોપેથી ડોક્ટરનો અભ્યાસ કરે છે કેન્સર પીડિત દર્દીને પોતાનું દર્દ મહેસુસ થાય તેવું દર્દ મારે પણ મહેસુસ કરવું છે તે દર્દીઓની કયારે પણ મજાક ન કરવી જોઈએ. ૨૦ ડિસેમ્બર હું ડોનેટ કરવાની હતી પણ મારું પરિક્ષાને કારણે મેં મુલત્વી રાખ્યું હતું અને વાળએ તમારું સૌંદર્ય નથી તમારા વિચાર એજ સૌંદર્ય છે.

Previous articleભાવનગરમાં ’૭૦ની નાની અને ૭૦નો જોશો’ ચિત્ર પ્રદર્શન યોજાશે
Next articleભાવનગરના સાંખડાસરમાં બસ ઉભી ન રાખાતા વિદ્યાર્થીઓ વિફર્યા, હાઇવે પર ચક્કાજામ કર્યો