કુંભારવાડા વિસ્તારમાં ભંગારનાં ડેલામાંથી ૩૦૦ કિલો મેટલની ચોરી

370

ભાવનગર શહેરનાં કુંભારાવાડા સર્કલ ખાતે આવેલા ભંગારના ડેલામાં તસ્કરોએ પ્રવેશી ૩૦૦ કિલો મેટલની ચોરી કરી નાસી છુટ્યા હતા. આ ઘટનાની જાણ થતાંની સાથે પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો. આ સમગ્ર બનાવની જાણવા મળતી વિગત મુજબ, ભાવનગર શહેરનાં કુંભારવાડા સર્કલ પાસે આવેલા મુસ્તુફાભાઇનાં અલંગના ભંગારના ડેલામાં મોડી રાત્રીનાં સમયે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરો ૩૦૦ કિલો મેટલ ઉઠાવી અંધારામાં ઓગળી ગયા હતા. સવારના સમયે ડેલો ખોલતાં જ મુસ્તુફાભાઇ ગજાભાઇને ચોરી થવાની જાણ થતાં તુરંત પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.

Previous articleભાવનગરના સાંખડાસરમાં બસ ઉભી ન રાખાતા વિદ્યાર્થીઓ વિફર્યા, હાઇવે પર ચક્કાજામ કર્યો
Next articleકોંગ્રેસનાં ૨૧ ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભર્યા