કોંગ્રેસનાં ૨૧ ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભર્યા

315

ભાવનગર મહાપાલિકાનાં ઉમેદવારોની અલગ અલગ પક્ષો દ્વારા યાદી પ્રસિધ્ધ કરી દેવામાં આવી છે. તેવામાં ઉમેદવારી પત્ર ભરવાની આવતીકાલે છેલ્લી તારીખ છે. ત્યારે કોંગ્રેસપક્ષનાં પ્રથમયાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ ૨૧ ઉમેદવારો આજે બાબાસાહેબની પ્રતિમાને પૂષ્પાંજલી કરી ૨૧ ઉમેદવારોએ પોતાનાં ઉમેદવારી પત્રો ભર્યા હતા.
ભાવનગર મહાપાલિકાની ચૂંટણીનાં ફોર્મ ભરવાની છેલ્લી તા.૬-૨-૨૦૨૧છે. ત્યારે કોંગ્રેસનાં કાર્યાલય ખાતે ૨૧ જેટલા ઉમેદવારોનાં ફોર્મની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવી હતી. કોંગ્રેસ કાર્યાલય ખાતે રાજકીય પક્ષોનાં જમાવડા સાથે એકવીસ ઉમેદવારોએ પોતેાનાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.
કોંગ્રેસ કાર્યાલય ખાતેની ૨૧ ઉમેદવારો પોતપોતાનાં ફાર્મ સબમીટ કરવા માટે રહીમભાઈ કુરેશી, હિમ્મતભાઈ મેણીયા, જસુબેન બારૈયા, શબાનાબેન ખોખર, ભરતભાઈ બુધેલીયા, જિતેન્દ્રભાઈ સોલંકી, પ્રિયંકાબેન ચંદાણી, રાજેશભાઈ જોશી,પારૂલબેન ત્રિવેદી, પ્રવિણભાઈ મહેતા, કૌશીકભાઈ ચાંદલીયા, ચેતનભાઈ ધાનાણી, જયદિપસિંહ ગોહિલ, મહેશભાઈ થોલા, રમેશભાઈ જેટાણી, મંજુલાબેન પંડ્યા, જીગીશાબેન ઓઝા, નૃપેશભાઈ જોશી, હિનાબેન ભટ્ટ, આશિતભાઈ સોમાણી, વિભાબેન ભટ્ટ વાઝતે ગાઝતે નિકળ્યા હતા. અને ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પૂષ્પાજલી અર્પણ કરી બાબાસાહેબનાં આર્શિવાદ સાથે પોતાની ઉમેદવારી નોંધાવી દિધી હતી.
જો કે મહેબુબખાન બલોચને ટીકીટ આપવાની માંગ સાથે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસનાં સભ્યો રાજીનામાં ધરી દેવાની વાતનું કોકડુ હજુ સંકેલાયું નથી તેવામાં ૨૧ ઉમેદવારો પોતાની ઉમેદવારી પર થપ્પા લગાવી દીધા છે. તેની સાથો સાથ કોંગ્રસે પક્ષમાં ભરેલા અગ્ની જેવી પરિસ્થિતી જોવા મળી રહી છે. તદ્દઉપરાંત પક્ષ દ્વારા બાકીનાં ૩૧ જેટલા ઉમદેવારોની યાદી પણ પ્રસિધ્ધ કરી નથી ત્યારે આવતીકાલે ફોર્મ ભરવાની અંતીમ તારીખ હોય કોંગ્રેસપક્ષમાં ચર્ચાનો વિષય બન્યો છે.
મહેબુબભાઈ બ્લોચને ટીકીટ મળશે. કે કેમ તે અંગે અટકળ સેવાઈ રહી છે. પક્ષ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈની માંગ સ્વીકારશે કે પછી નકારશે તે જોવુ રહ્યું નહી સ્વીકારાય અને મહેબુબભાઈને ટીકીટ આપવામાં નહી આવે તો કોંગ્રેસ પક્ષમાં ભૂકંપ સર્જાશે તેમ જાણકાર સુત્રોમાંથી જાણવા મળ્યુ છે. ખેર રાજકીટ આટા-પાટા મુકી કોંગ્રેસ પક્ષનાં ૨૧ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. હવે ૩૧ ઉમેદવારો આવતીકાલ સુધીમાં ભરશે તેમ જાણવા મળ્યુ છે.

Previous articleકુંભારવાડા વિસ્તારમાં ભંગારનાં ડેલામાંથી ૩૦૦ કિલો મેટલની ચોરી
Next articleભાજપના મોટાભાગના ઉમેદવારોએ ચુંટણી ફોર્મ ભર્યા