મહા પાલિકાની ચુંટણી પૂર્વે ગઇકાલ સાંજથી ઉમેદવારોના નામની જાહેરાત થયા બાદ ધમધમતો માહોલ જોવા મળ્યો છે અને આજે બપોર સુધી ભાજપ કાર્યાલયે ધમધમાટ જોવા મળ્યો હતો. આજે સવારે ૧૧ કલાકે મહાપાલિકાનાં ૧૩ વોર્ડ માટે જાહેર કરાયેલા તમામ ૫૨ ઉમેદવારોને ભાજપ કાર્યાલય ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ઉમેદવારોને મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ ભારતિબેન શિયાળ, પ્રભારી મહેશભાઇ કસવાલા, પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, મંત્રી વિભાવરીબેન દવે, ભાજપના આગેવાન ભરતસિંહ ગોહિલે સહિતે ઉમેદવારોને ચુંટણી ફોર્મ ભરવા જતા પૂર્વે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને શુભેચ્છા પાઠવી હતી. ત્યાર બાદ તમામ ઉમેદવારો પોતાના વોર્ડ માટે નિયત કરાયેલા રિર્ટનીંગ ઓફીસરો સમક્ષ ફોર્મ ભરવા ટેકેદારો અને આગેવાનો સાથે પહોંચ્યા હતા.