દલિત સમાજ દ્વારા બંધ મામલે ચક્કાજામ, બાળઝાળ, તોડફોડ

746
bvn432018-11.jpg

સુપ્રિમ કોર્ટ દ્વારા તાજેતરમાં એટ્રોસીટી એક્ટને નબળો પાડવામાં આવ્યો હોવાની વાત સાથે દલિત સમાજના વિવિધ સંગઠનો દ્વારા આજે અપાયેલા ભારત બંધનાં એલાનને પગલે ભાવનગર શહેર અને જિલ્લામાં પણ દલિત સમાજ દ્વારા બંધ અપાયેલ. જેના પગલે આજે શહેરમાં દલિત સમાજે સુત્રોચ્ચારો સાથે રેલી કાઢી હતી અને ઠેર-ઠેર ચક્કાજામ, પથ્થર ફેંકવા તેમજ ટાયરો બાળવા અને તોડફોડના બનાવો બન્યા હતા અને શહેરમાં આતંક મચાવવા જેવું વાતાવરણ ફેલાવા પામ્યું હતું. આ સમગ્ર ઘટનામાં પોલીસ મુકપ્રેક્ષક બની રહી હતી.
સુપ્રિમ કોર્ટ દ્વારા એટ્રોસીટી એક્ટમાં સુધારો લાવતા દલિત સમાજ દ્વારા કાયદાને નબળો પાડવામાં આવી રહ્યો હોવાનું જણાવી દેશભરમાં વિરોધ નોંધાવ્યો હતો અને ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. ભારત બંધના એલાનના પગલે આજે વિવિધ દલિત સંગઠનો દ્વારા ભાવનગર બંધનું પણ એલાન અપાયેલ. જે સંદર્ભે શહેરના વિદ્યાનગર, બોરડીગેટ, આનંદનગર, કુંભારવાડા, ચિત્રા સહિતના વિસ્તારોમાંથી દલિત સમાજના લોકો રેલી સ્વરૂપે જશોનાથ ચોકે એકઠા થયા હતા. જ્યાં સભા કરી ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી દુકાનો બંધ કરાવી હતી. જેમાં મોતીબાગ રોડ, ઘોઘાગેટ, આંબાચોક, શાકમાર્કેટ સહિતના વિસ્તારો ઉપરાંત કાળાનાળા, વાઘાવાડી રોડ પર પણ ઠેર-ઠેર દુકાનો બંધ કરાવી હતી. શહેરમાં અસંખ્ય જગ્યાએ દલિત સમાજના ટોળાઓએ રસ્તા પર ટાયરો બાળ્યા હતા અને દુકાનો પર પથ્થરમારો પણ કર્યો હતો. હજ્જારોની સંખ્યામાં દલિતો રોડ પર નિકળી પડ્યા હતા અને આતંક જેવું વાતાવરણ ફેલાવ્યું હતું. પરંતુ સાથે રહેલી પોલીસ માત્ર મુકપ્રેક્ષક બનેલી જાવા મળી હતી.
ભય, ભુખ અને ભ્રષ્ટાચાર નાબુદ કરવાના સુત્ર સાથે આવેલી ભાજપ સરકારના રાજમાં છેલ્લા થોડા સમયમાં જ ભાવનગર શહેરની જનતાએ દલિત સમાજ દ્વારા કરાયેલા તોડફોડ અને આતંકનો સામનો કર્યો હતો પરંતુ પોલીસ દ્વારા આ ટોળા વિરૂધ્ધ કોઈપણ જાતની કાર્યવાહી કરી ન હતી. જેના લીધે વેપારીઓ અને આમ નાગરિકોમાં ભારે રોષ ફેલાયો હતો અને સરકાર વિરૂધ્ધ પણ રોષ ઠાલવ્યો હતો. દલિત સમાજનું હજારોનું ટોળુ રેલી સ્વરૂપે મોતીબાગ થઈ મહાનગરપાલિકાએ પહોંચ્યું હતું. જ્યાં રસ્તામાં ઠેર-ઠેર ટાયરો બાળ્યા હતા અને પોસ્ટરો ફાડ્યા હતા તેમજ બંધ દુકાનોના શટરો ઉપર પથ્થરો તેમજ ઈંટોના ઘા માર્યા હતા અને અશાંતિભર્યુ વાતાવરણ સર્જ્યુ હતું. સમગ્ર વિસ્તારમાં રસ્તાઓ બંધ કરાવી દેવાયા હતા અને ચક્કાજામ જેવી પરિÂસ્થતિ સર્જાઈ હતી. એક રીતે જાઈએ તો દલિત સમાજે સમગ્ર વિસ્તારને બાનમાં લીધો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર ઘટના દરમિયાન વેપારીઓએ પણ ફફડાટના માર્યા પોતાના ધંધા-રોજગાર બંધ કરી દીધા હતા છતાં અનેક જગ્યાએ દુકાનો તથા શો-રૂમ અને કોમ્પ્લેક્ષોને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત સીટી બસો તેમજ એસ.ટી. બસોના કાચ પણ ફોડી નાખવામાં આવ્યા હતા. 
હજ્જારોનું ટોળુ કોર્પોરેશન પહોંચતા કોર્પોરેશનમાં પણ તોડફોડ કરી નુકશાન કરવામાં આવ્યું હતું. જ્યારે મહાપાલિકાની બહાર લગાવાયેલ હોર્ડીંગ્સને પણ ફાડી અને ટાયરોની સાથે સળગાવી દેવામાં આવ્યું હતું. જ્યારે મહાપાલિકાની સામે આવેલા શિવા બ્લેસીંગ કોમ્પ્લેક્ષના પણ કાચ ફોડવામાં આવ્યા હતા અને એટ્રોસીટીના કાયદાને નબળો પાડવામાં આવી રહ્યો છે તેના વિરૂધ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

બંધના એલાનને લઈ શહેરમાં ભયનો માહોલ
દલીત સમાજ દ્વારા આજરોજ અપાયેલ ભારતંબધના એલાનને લઈ શહેરમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો તંત્ર દ્વારા શહેરની શાળા-કોલેજા-દવાખાનાં ખુલ્લા રહેશે તેવી જાહેરાત કરી હતી પરંતુ સવારથી શહેરમાં તોડફોડ સહિતનાં બનાવને ધ્યાને લઈ બીકમાં ઘણા વાલીઓએ પોતાના બાળકોને સ્કુલ શરૂ હોવા છતાં મોકલ્યા ન હતા. તોફાને ચડેલાં ડોળાએ મેડીકલ દવાખાના પર પણ પથ્થરમારો કરી બંધ કરાવવાં કોશીશ કરી હતી.

દલિત સમાજની માંગણીઓને કોંગ્રેસ પક્ષનું સમર્થન
દલિત સમાજ દ્વારા એટ્રોસીટી કાયદાને નબળો પાડવામાં આવી રહ્યો હોવાનું જણાવી તેમાં ફેરફાર ન કરવાની માંગ કરાઈ રહી છે અને તેના ભાગરૂપે આજે આપેલા બંધના એલાનના પગલે ભાવનગરમાં જશોનાથ ચોક ખાતે સભા કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના આગેવાનો પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી,
આભાર – નિહારીકા રવિયા  રાષ્ટ્રીય પ્રવક્તા શÂક્તસિંહ ગોહિલ, ધારાસભ્ય પ્રવિણ મારૂ સહિત જશોનાથ ચોક પહોંચ્યા હતા અને દલિત સમાજનું સન્માન જળવાઈ રહે અને દલિત સમાજને કોઈ બાબતે અન્યાય ન થાય તેમ જણાવ્યું હતું અને દલિત સમાજની માંગણીઓને સમર્થન આપ્યું હતું.

Previous articleદલિતોએ બંસી ટ્રાવેલ્સની બસોના કાચ ફોડ્યા
Next article જીવનનગરમાં હનુમાન જયંતિની ભાવપૂર્વ ઉજવણી કરવામાં આવી