કોરોના મહામારીને ધ્યાને લઇ ભાવનગરથી ભડીયાદ ઉર્ષ પ્રસંગે જતી પગપાળા મેદની મોકુફ

422

ભાલ પંથકનાં ભડીયાદ મુકામે આવેલ હઝરત શહિદ મહેમુદશા બુખારીદાદાનો ઉર્ષ શરીફ ઇસ્લામી રજબ માસનાં ૯ ચાંદે નિશાન ચડાવવામાં આવે છે , તે પરંપરા મુજબ ભાવનગરથી ભડીયાદ પગપાળા મેદની છેલ્લા ૨૫ થી ૩૦ વર્ષથી રવાના થાય છે , જેમાં હિન્દુ – મુસ્લિમ શ્રદ્ધાળુ ભાઇ – બહેનો અંદાજે ૪ થી ૫ હજારની સંખ્યામાં આ પગપાળા મેદનીમાં જોડાય છે , ભાવનગર સેન્ટ્રલ મેદની કમીટી દ્વારા સતત ૩ દિવસ સુધી તમામ પ્રાથમિક સુવિધા જમવાનું (નિયાઝ), લાઇટ, ચા – પાણી , આરોગ્યલક્ષી વ્યવસ્થાઓ મેદની કમીટી દ્વારા જ દર વર્ષે કરવામાં આવે છે, આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને લઇ ભાવનગર થી ભડીયાદ જતી પગપાળા મેદની મોકુફ રાખવામાં આવ્યો છે તેની તમામ શ્રદ્ધાળુ લોકોએ નોંધ લેવા મેદની કમીટીના ચેરમેન રાજુભાઇ કુરેશી , કાળુભાઇ બેલીમ , હુસૈનભાઈ બાદશાહ , ઇકબાલભાઇ ધામેચા સહિતના આગેવાનોની સંયુકત યાદીમાં જણાવાયું છે .

Previous articleપાણીની લાઇન તુટી જતાં રહીશો પરેશાન
Next articleફોર્મ ચકાસણીમાં કુંભારવાડા વોર્ડનાં કોંગ્રેસના મહિલા ઉમેદવારનાં મેન્ડેટ મામલે હોબાળો