સિહોરના ઘાંઘળી ખાતે સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રપ્રેમી યુવા મિલન

418

સિહોરના ઘાંઘળી ગામમાં રામજી મંદિર ખાતે રાષ્ટ્રપ્રેમી યુવા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ઘાંઘળી જિલ્લા પંચાયત સીટ ના વિવિધ ગામડાઓ માંથી સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા તેમજ આ કાર્યક્રમમાં પધારેલ ભાવનગર જિલ્લાના પૂર્વ અધ્યક્ષ ચિથરભાઇ પરમાર, શિહોર તાલુકા પૂર્વ પ્રમુખ ગેમાભાઇ ડાંગર અને જિલ્લામાંથી પધારેલ વક્તા તરીકે શિહોર તાલુકા પ્રમુખ કાળુભાઇ ચૌહાણ, શિહોર નગરપાલિકાના પ્રમુખ વિક્રમભાઈ નકુમ, દ્વારા યુવાનોને રાષ્ટ્રવાદ વિશે, ધર્મ જાગૃતિ, રાષ્ટ્રનિર્માણ, ભારત સરકાર અને ગુજરાત સરકારના વિવિધ વિકાસલક્ષી કાર્યો, વિવિધ યોજનાઓ, અને માં ભારતી ને પરમ વૈભવના શિખરો પર બિરાજમાન આપ સૌના થકી કઈ રીતે થાય વગેરે જેવા વિવિધ મુદ્દાઓને લઈને યુવાનોને માર્ગદર્શન આપ્યું તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત ડો ત્રિવેદી, ભોળાભાઈ ચુડાસમા, ડો લક્ષ્મણભાઈ પરમાર, દીપસંગભાઈ ચૌહાણ આગેવાનો હાજર રહ્યા હતા કાયૅક્રમનુ સંચાલન ધ્રુવભાઈ ભટ્ટ દ્વારા અને આભાર વિધિ ડોક્ટર ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી.

Previous articleફોર્મ ચકાસણીમાં કુંભારવાડા વોર્ડનાં કોંગ્રેસના મહિલા ઉમેદવારનાં મેન્ડેટ મામલે હોબાળો
Next articleજિલ્લા પંચાયતની ૪૦ પૈકી ૩૮ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરતું ભાજપ