જીવનનગરમાં હનુમાન જયંતિની ભાવપૂર્વ ઉજવણી કરવામાં આવી

869
guj432018-9.jpg

જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ અને મહિલા સત્સંગ મંડળ ઉપક્રમે હનુમાન જયંતિ ભાવપૂર્વ ઉજવણી કરી સંપન્ન કરવામાં આવી હતી. મંદિરમાં આખો દિવસ ભજન, ધૂન, કિર્તન, દિપમાલા, મહાઆરત, સામુહિક હનુમાન ચાલીસા, સુંદર કાંડના પાઠ સાથે શ્રદ્ધાળુઓ ભાવ વિભોર બન્યા હતા.
જ્ઞાનજીવન, અમી પાર્ક, દેશળદેવ, શિવપરા, બ્રહ્મસમાજ, તિરૂપતિ, જીવનજયોત, અમૃતા, રાવલનગરના રહીશોએ મહાદેવધામમાં મહાપ્રસાદમાં ભાગ લીધો હતો. હનુમાનજી ભગવાનની કેક કાપી જન્મદિવસની ઉજવણીકરવામાં આવી હતી. ધાર્મિક કાર્યક્રમોમાં લોકો સ્વયંભુ જોડાયા હતા. હનુમાનજી મહારાજની જન્મ જયંતિ કેક પંકજભાઈ મહેતા, યશોધરા મહેતા પરિવારે ભાગ લીધો હતો. સામુહિક પાઠ, ભજન સંધ્યાનું ઉદ્દઘાટન, શોભનાબેન ભાણવડિયા, કલ્પનાબેન દવે, ભારતીબેન ગંગદેવ, મીતાબેન વાછાણી, હર્ષાબેન પંડયા, સરોજબેન ભટ્ટ, ભાવનાબેન પંડયાએ ભાગ લીધો હતો. ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા સમિતિના નવીનભાઈ પુરોહિત, પાર્થ ગોહેલ, જેન્તીભાઈ જાની, વિનુભાઈ ઉપાધ્યાય, ગોવિંદભાઈ ગોહેલ, પંકજભાઈ મહેતા, વિજયભાઈ જોબનપુત્રા, ભરતભાઈ મહેતા, શૈલેષભાઈ પુજારા, અંકલેશ ગોહિલ, હસુભાઈ ગોહેલ, યોગીતાબેન જોબનપુત્રા, વી. સી. વ્યસ, પૂજારી ભુપેન્દ્રભાઈ ભટ્ટ, મહિલા મંડળના સભ્યો સહિતે મંડળના બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Previous articleદલિત સમાજ દ્વારા બંધ મામલે ચક્કાજામ, બાળઝાળ, તોડફોડ
Next articleતરસમીયા સ્થત સરકારી શાળાના બાળકોની અનેરી સિધ્ધ