આગામી તા. ૨૮ ફેબ્રુઆરીના રોજ ભાવનગર જિલ્લા પંચયાતની ૪૦ બેઠકો પર ચુંટણી યોજાનાર છે. જાહેરનામું પ્રસિધ્ધ થયા બાદ ઉમેદવારી ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ તા. ૧૩ને શનિવાર છે ત્યારે આજે ગુરૂવારે ભાજપ દ્વારા જિલ્લા પંચાયતની ૪૦ પૈકી ૩૮ બેઠકો પર ઉમેદવારીના નામો જાહેર કર્યા છે. જ્યારે ઘેટી તથા ઉમરાળા બેઠક પર ઉમેદવારોના નામો હજુ પેન્ડીંગ રાખવામાં આવ્યા છે. આ તમામ જાહેર થયેલા ઉમેદવારો આવીતકાલે શુક્રવારે વિજય મુર્હુતમાં આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં જે તે બેઠક પર તાલુકા વાઇઝ ફોર્મ ભરવા જશે કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોના નામોની યાદી સાંજ સુધીમાં જાહેર થાય તેવું ચર્ચાઇ રહ્યું છે.
ભાજપ દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોમાં ૧ – અલંગ – ગીતાબા શક્તિસિંહ ગોહિલ, ૨ – બંગદાણા- કાંતાબહેન ગેમાભાઇ મકવાણા, ૩ – ભાદ્રોડ- જશુભાઇ મનુભાઇ કાતરીયા, ૪ બીલા-રાજલબહેન કિશોરભાઇ સોરઠીયા, પ બુધેલ- કમુબહેન મુનાભાઇ ચૌહાણ, ૬ ચમારડી-અશોકભાઇ શામજીભાઇ સોલંકી, ૭ચોગઠ (થાપનાથ)- મુકેશભાઇ દેવશીભાઇ રાઠોડ, ૮ – દાઠા- જીવુબહેન નયુભાઇ ભમ્મર, ૯-દિહોર-ભીમજીભાઇ પ્રેમજીભાઇ પંડયા, ૧૦ – ઘાંઘળી-મંગુબહેન ભોળાભાઇ ચુડાસમા, ૧૧ ઘેટી- પેન્ડીંગ, ૧૨ – ધોધા- સોનલબહેન જગદિશભાઇ ગોહિલ, ૧૩ – હાથબ-બચુબહેન રધુભાઇ ગોહિલ, ૧૪ – જેસર-પુર્ણાબા નિતેન્દ્રસિંહ સરવૈયા, ૧૫ કળસાર-હાદાભાઈ કેશુભાઇ સાંખટ, ૧૬ – કમળેજ- શોભાબહેન પ્રદિપભાઇ રાઠોડ, ૧૭-કતપર- શાંતુબહેન નરશીભાઇ ચૌહાણ, ૧૮ – મોખડકા-હંસાબહેન શિવાભાઇ ચૌહાણ, ૧૯ મોરચંદ-આશાબા દિલાવરસિંહ ગોહિલ,૨૦ – મોટા ખુંટવડા- દશરથભાઇ મહેન્દ્રભાઇ જાની, ૨૧ – મોટી જાગધાર-રૂખડભાઇ હરીભાઇ ચૌહાણ,૨૨ – નાની રાજસ્થળી- ગોપાલભાઇ નાથાભાઇ વાઘેલા,૨૩ – નેસવડ-પ્રવિણભાઇ મગનભાઇ વાળા, ૨૪ – નોંધણવદર- ઘનશ્યામભાઈ વલ્લભભાઇ શિહોરા, ૨૫ – પરવડી-અરવિંદભાઇ મનજીભાઇ ખરાડી ૨૬ – પાટણા-મમતાબેન દિલીપભાઇ શેટા ૨૭ – પાવઠી-અરવિંદભાઇ વિનુભાઇ ડોડીયા, ૨૮ – પીથલપુર-ભાવુબહેન મુકેશભાઇ મકવાણા, ૨૯ – ધોળા-હંસાબહેન છગનભાઇ મોજ, ૩૦ – સણોસરા-રૈયાબહેન મુળજીભાઇ મિયાણી, ૩૧ – સરતાનપર-વિક્રમભાઇ નાનજીભાઇ ડાભી, ૩૨ – સેદરડા-જીકુબા ભરતસિંહ ગોહિલ, ૩૩ – સોનગઢ-ભરતસિહ દિલુભા ગોહિલ, ૩૪- ટાણા-મકોડભાઇ બચુભાઇ વાળા,૩૫ – ઠળીયા-મંગાભાઇ ઘોડાભાઇ બાબરીયા, ૩૬ – ત્રાપજ-રજનીકાંતભાઇ મહાસુખભાઇ ભટ્ટ, ૩૭ – ઉમરાળા-પેન્ડીંગ, ૩૮ – વાળુકડ-સુરૂભા રામસિંહ ગોહિલ, ૩૯ – વરતેજ-રામદેવસિંહ ચંદ્રસિંહ ગોહિલ, ૪૦ – વેળાવદર-બળવંતભાઇ વશરામભાઇ પરમારના નામો જાહેર કરાયા છે.