તળાજા તાલુકાના બામ્ભોર અને તલ્લી ગામે અલ્ટ્રાટ્રેક સિમેન્ટ પ્લાન્ટના વિરોધમાં ભાજપના પૂર્વ ધારા સભ્ય કનુભાઈ કળસરિયા સહીત અન્ય સાત વ્યક્તિઓ વિરુધ્ધ તળાજા કોર્ટમાં ચાલી રહેલ કેસમાં ગેરકાયદેસર પ્રવેશ કરવા બાબતે કોર્ટમાં આરોપી સાબિત થતા કોર્ટ દ્વારા ૭ આરોપીઓને ૬ માસ ની સજા ફટકારવામાં આવેલ. તળાજા તાલુકાના બામ્ભોર અને તલ્લી ગામે અલ્ટ્રાટ્રેક સિમેન્ટ દ્વારા માઈનીંગ કરવામાં આવી રહયું હતું જેને લઈને આસપાસના ગામલોકો તેમજ ખેડૂતોમાં ભારે રોષ સાથે દેખાવો અને આંદોલનો કરી વિરોધ કરવામાં આવી રહ્યો હતો.તે સમયે ભાજપના મહુવા તાલુકાના પૂર્વ ધારા સભ્ય કનુભાઈ કળસરિયા અને તેમના આગેવાનો દ્વારા આ આંદોલનને સમર્થન આપીને આંદોલનમાં જોડાયેલ ત્યારબાદ કનુભાઈ કળસરિયા, વીજય ભાઈ બારૈયા ,મનુભાઈ ચાવડા ,જેન્તી ભાઈ ભીલ ,રધુ ભાઈ બારૈયા ,દીનેશભાઈ, ભરતભાઈ ભીલ દ્વારા આંદોલનના ભાગરૂપે મોટી સંખ્યામાં લોકો સાથે અલ્ટ્રાટ્રેક સિમેન્ટ પ્લાન્ટની જગ્યામાં ઘુસી જઈ નુકશાન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ કંપની દ્વારા તળાજા દાઠા પોલીસ સ્ટેશનમાં કમ્પની ની પ્રાઈવેટ જગ્યામાં ગેરકાયદેસર પ્રવેશ અને નુકશાની બાબતનો ગુહનો દાખલ કરવામાં આવેલ.છેલ્લા ઘણા લાંબા સમયથી તળાજા કોર્ટમાં અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીએ ગેરકાયદે પ્રવેશ અંગે ૭ આગેવાનો સામે ફરિયાદ દાખલ કરાઈ હતી.જે બાબતે આજ રોજ તળાજા કોર્ટે ૭ આરોપીઓ વિરુધ્ધ આરોપો સાબિત થતા કોર્ટ દ્વારા દોષી જાહેર કરી ૬ માસની સજા ફટકારવામાં આવેલ.જેમાં ભાજપના પૂર્વ ધારા સભ્ય કનુભાઈ કળસરિયા, વીજય ભાઈ બારૈયા ,મનુભાઈ ચાવડા ,જેન્તી ભાઈ ભીલ ,રધુ ભાઈ બારૈયા ,દીનેશભાઈ, ભરતભાઈ ભીલ ને કોર્ટે ૬ માસ ની સજા ફટકારવામાં આવેલ.