શહેરના તરસમીયા વિસ્તારમાં આવેલ સરકારી શાળા ઘનશ્યામનગર પ્રાથમિક શાળાના બાળકોએ એનએમએમએસની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું ગૌરવ વધાર્યુ છે.
રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં એનએમએમએસ (શિષ્યવૃત્તિ)ની પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષામાં તરસમિયા-ખારસી વિસ્તારમાં આવેલ ઘનશ્યામનગર પ્રાથમિક શાળાના ૩૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે પૈકી ૩૬ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા હતા. જેમાં ૭ છાત્રો મેરીટમાં આવ્યા છે. જેમાં બારૈયા રિધ્ધ રોહિતભાઈ, બાંભણીયા પ્રવિણ નાનજીભાઈ, ગોહિલ પ્રિતેષ હર્ષદભાઈ, ચુડાસમા જયરાજ, સંજયભાઈ ગોહિલ, બ્રિજરાજ જસુભાઈ સરવૈયા, શિવમ ચંદુભાઈ અને ઢાપા હાર્દિક ધરમશીભાઈએ શાળાનું ગૌરવ વધાર્યુ છે.