ભાજપ લોકમતથી નહીં પણ દાદાગીરીથી લોકતંત્રનું હનન કરવા માંગે છેઃ શક્તિસિંહ ગોહિલ

355

સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાવનગર ખાતે રાજ્યસભા સાંસદ આવ્યા હતા. સાંસદ બન્યા બાદ પ્રથમ વખત તેઓ આવતા ભાવનગરમાં બાઈક રેલી યોજાઈ હતી. શક્તિસિંહે આક્ષેપ કર્યો હતો કે, ભાજપ લોકમતથી નહીં પણ દાદાગીરીથી લોકતંત્રનું હનન કરવા માંગે છે. તેમણે ચૂંટણીમાં કોંગ્રેસને જીત અપાવવા માટે લોકોને વિનંતી કરી હતી. લોકો જ નક્કી કરે છે કે કોને જીતાડવા ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, લોકશાહીમાં લોકો નક્કી કરતા હોય છે. કોને સત્તા સોંપવી, કોને જીતાડવા-હરાવવા, ભાજપને આ વખતે ડર લાગ્યો છે. લોકો તેમને નહીં જીતાડે એટલે બિન લોકશાહી રીતે જે લોકશાહીમાં માન્ય નથી તેવા હથકંડાઓ કરીને ગુંડાગિર્દી કરીને મેન્ડેડો ફાડી નાખવા, ઘાક-ધમકીઓ, તંત્રનો દૂર ઉપયોગ કરીને બિનહરીફના પ્રયત્નો, જે રીતે નામદાર હાઇકોર્ટે જે નિર્ણય આપ્યો છે. નજર સામે બનેલી ઘટના પછી જે નિરીક્ષણો થયા છે, તે જોતા ભાજપ લોકમતથી નહીં પણ દાદાગીરીથી લોકતંત્રનું હનન કરવા માંગે છે. ભાવનગરની જનતા પાસે હું વિનંતી કરીશ આ વખતે કોંગ્રેસને સમર્થન આપી કોંગ્રેસના ઉમદેવારોને જીતાડે તેવી વિનંતી કરું છું.ભાવનગર શહેરમાં લોકોને અનેક સમસ્યાઓભાવનગરના પ્રભારી ગીતાબેન પટેલે જણાવ્યું હતું કે, જ્યારે શક્તિભાઈ ભાવનગર આવવાના હોય ત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો સ્વાગત માટે આવ્યા છે. અમે આ વખતે ૧૦૦ ટકા મેયર બનાવવા જઈ રહ્યાં છીએ. કારણકે ભાવનગરમાં ભાજપના આ શાસન દ્વારા અનેક સમસ્યાઓ લોકોની છે. શક્તિસિંહના આગમન પર બાઈક રેલી યોજાઈભાવનગર શહેરના મસ્તરામ મંદિરેથી દર્શન કરી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરમાં સાંસદ બન્યા બાદ પ્રથમ વાર ભાવનગર આવી પહોંચેલા શક્તિસિંહનું ભવ્ય સ્વાગત રેલી યોજી હતી. રેલીમાં મસ્તરામબાપાના મંદિરેથી પ્રસ્થાન થઈ શહેરના વિવિધ માર્ગો પર નીકળી હતી. જ્યાં તેઓનું ઠેરઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાદમાં શહેરના શિવશક્તિ હોલ ખાતે સમાપન થયું હતું. શિવશક્તિ હોલ ખાતે કોંગ્રેસના કાર્યકરો અને મુખ્ય આગેવાનો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી દિવસોમાં આવનારી ચૂંટણીને લઈ મહત્વના મુદ્દાઓ પર કાર્યકરોને સંબોધીને પ્રવચન આપ્યું હતું.

Previous articleશહેર ભાજપ દ્વારા ચૂંટણીને લઈ સંકલ્પ પત્ર બહાર પડાયું
Next articleગેસ સીલીન્ડરના બેફામ ભાવ વધારા સામે લોક રોષ : ભાવો કાબુમાં લેવા લોક માંગ