તા. ૨૧ને રવિવારના રોજ ભાવનગર મહાપાલિકાની ૧૩ વોર્ડની ચુંટણી યોજાનાર છે. જેની તૈયારીઓના ભાગરૂપે વહિવટી તંત્ર દ્વારા શહેરનાં વિવિધ મતદાન કેન્દ્રોની આસપાસના ૧૦૦મીટરના એરીયામાં રોડ પર માર્કીંગ કરવામાં આવ્યા હતા. આ ૧૦૦ મીટરના માર્કીંગની અંદર ચુંટણી પ્રચાર કે લોકોએ એકઠા થવા પર તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવાયો છે.