પહેલી માર્ચથી ભાવનગરથી સુરેન્દ્રનગર ટ્રેન દોડતી થઇ જશે

364

ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા કોરોના કાળથી પેસેન્જર ટ્રેનના આવન-જાવન પર પ્રતિબંધ ફરમાવેલો તે હજી પણ હટાવાયો નથી. આગામી તા.૧ માર્ચ,૨૦૨૧થી ભાવનગરથી સુરેન્દ્રનગર વચ્ચેની ટ્રેન શરૂ થશે તેમ જાણવા મળ્યું છે. જો કે હજી ભાવનગર માટે અગત્યની ગણાય તેવી પાલિતાણા અને મહુવા સુધીની રેગ્યુલર ટ્રેન શરૂ થવાના કોઇ એંધાણ નથી. આ બન્ને ટ્રેન તત્કાલ શરુ કરવાની આવશ્યકતા છે.તા.૧ માર્ચ,૨૦૨૧થી ભાવનગર સુરેન્દ્રનગર વચ્ચે ટ્રેન શરૂ થવાની છે. આ દૈનિક ટ્રેન ભાવનગરથી સુરેન્દ્રનગર જવા ઉપડશે અનેસુરેન્દ્રનગરથી ઉપડેલી ટ્રેન ભાવનગર પહોંચશે. આ દૈનિક ટ્રેનની સાથે ભાવનગરથી ખાસ તો પાલિતાણા જેમાં દરરોજ સેંકડો મુસાફરો અપ-ડાઉન કરતા હોય છે તે શરૂ કરવી જરૂરી છે સાથે ભાવનગર-મહુવા ટ્રેન પણ શરૂ કરવી આવશ્યક છે. અત્યારે આ બન્ને રૂટ પર રોડ માર્ગે ભરચક ટ્રાફિક રહે છે.તળાજા, મહુવા, સિહોર, પાલિતાણા વિગેેરે વિસ્તારના લોકો જોખમી રીતે મુસાફરી કરીને હાલ અપડાઉન કરે છે ત્યારે મહુવા અને પાલિતાતા વચ્ચેની ભાવનગરથી રોજની ટ્રેન સત્વરે શરૂકરવા માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગરથી વિકલી ટ્રેનમાં કોચુવેલી, દિલ્હી, ઉધમપુર જેવી ટ્રેન હજુ પણ શરૂ થઇ નથી. ભાવનગરથી ઓખાની ડેઇલી ટ્રેન પણ શરૂ થઇ નથી.

Previous articleભાવનગરમાં ધોરણ ૬ થી ૮ની સ્કૂલ શરૂ થતાં બાળકો ખુશ-ખુશાલ
Next articleસિહોર ગૌતમીનદી પર આવેલ રસ્તો બંધ