સર્વધર્મ પ્રાર્થના અને પુષ્પાજલી દ્વારા મનન દિનની ઉજવણી કરતા સ્કાઉટ ગાઈડ અને રોવર રેન્જર

487

ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ અને વિદ્યાધીશ વિદ્યાસંકુલનાં સંયુક્ત ઉપક્રમે ૨૨ ફેબ્રુઆરી સ્કાઉટીંગ પ્રવૃત્તિના આધ્યસ્થાપક લોર્ડબડેન પોવેલની જન્મ જયંતીનાં દિવસે વિદ્યાધીશ ખાતે સવારે ૯ થી ૧૦ સર્વધર્મ પ્રાર્થના અને પુષ્પાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ એન.એફ. ત્રિવેદી, દર્શનાબેન ભટ્ટ, આકાશભાઈ પટેલ, નંદીનીબેન ભટ્ટ, કીરીટસરની વિશેષ ઉપસ્થિતીમાં યોજાઈ ગયો. વિશ્વના ૨૧૬ દેશમાં ચાલતી સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિ શિસ્ત, સેવા સાહસ અને ચારિત્ર ઘડતર દ્વારા દેશમાં શ્રેષ્ઠ નાગરિક આપવાનું કાર્ય કરે છે. આજની સર્વધર્મ પ્રાર્થના બાદ કોરોનાની મહામારીમાં મૃત્યુ થયેલાઓને શ્રધ્ધા સુમન આપવામાં આવેલ તેમજ સમગ્ર વિશ્વમાંથી આ મહામારી જડમુળથી દુર તાય અને સૌ કોઈ સ્વસ્થ અને નિરોગી જીવન જીવે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. કાર્યક્રમમાં વીવેકાનંદ રોવર કૃ, વિદ્યાધીશ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, સ્વામીનારાયણ ગુરૂકુળ, બી.એન. વિરાણી, દક્ષિણામૂર્તિ વિનય મંદિર, પ્રણામી પ્રા.શાળા, ગિજુભાઈ કુમારમંદિર, હાઈટેક પ્રા.સ્કુલ, રાણી લક્ષ્મીબાઈ રેન્જર ટીમનાં પ્રતિનિધી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રકનું સંચાલન અજયભાઈ ભટ્ટ તેમજ વીશાલભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ.

Previous articleસિહોર રેલવે ફાટકના ઓવરબ્રિજની મંજૂરી : ૫૦ કરોડ જેવી ગ્રાન્ટ મંજુર
Next articleઆરટીઓ, રાષ્ટ્રીય અંધજન મંડળ અને ટ્રાફિક શાખા દ્વારા દિવ્યાંગો માટે માર્ગ સલામતી સેમીનાર યોજાયો