આર.ટી.ઓ. ભાવનગર , રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા તથા ભાવનગર પોલીસ ટ્રાફિક શાખાના સંયુક્ત ઉપક્રમે તા.૨૪/૦૨/૨૦૨૧ને બુધવારના રોજ સવારે ૧૧ઃ૦૦ થી ૧ઃ૦૦ દરમિયાન દિવ્યાંગ લોકો માટે માર્ગ સલામતી જન જાગૃતિ અંગેનો સેમીનાર શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના પ્રાર્થના હોલમાં યોજાયો હતો. આ સેમીનારમાં દિવ્યાંગ લોકો માટે લાઈસન્સ મેળવવા અંગેના નિયમો તથા કાયદાકાનુન વિષે એ.આર.ટી.ઓ. શ્રી જે.જે.ચુડાસમા તેમજ અકસ્માતથી બચવા અંગે શ્રી અજયસિંહ જાડેજાએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે મહેમાનોનું શાબ્દિક સ્વાગત સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણીએ કર્યું હતું. આ સેમીનારમાં અતિથિવિશેષ પદે શ્રી દિલીપ યાદવ (પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી), શ્રી વૈશાલીબેન જોશી (જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી), શ્રી જે.જે.રબારી (પી.આઈ. ભાવનગર પોલીસ ટ્રાફિક શાખા) તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં બહોળી સંખ્યામાં દીવ્યાંગો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન માનદમંત્રી શ્રી મહેશભાઈ પાઠકે કર્યું હતું જ્યારે અભારદર્શન સંસ્થાના આચાર્ય શ્રી નીતાબેન રૈયાએ કર્યું હતું.