પાલીતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામે રહેતા રમેશભાઈ ભોળાભાઈ મકવાણાના રહેણાંકી મકાનમાં તા.૧૬ના રોજ સાંજે ૭ કલાકે વિજળી પડતા એક ભેંસનું મૃત્યુ થયું હતું તેની જાણ તલાટી મંત્રીને કરતા તેણે ટીડીઓને જાણ કરી હતી. ટીડીઓ દ્વારા કુદરતી આફતની સરકારની સહાયની યોજના હેઠળ મળતી સહાય માટે તપાસ કરીને ભેંસ માલિક રમેશભાઈ ભોળાભાઈ મકવાણાને રૂા.૩૦,૦૦૦નો ચેક પાલીતાણા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ શારદાબેન વાઢેર, ભાવનગર જિલ્લા પંચાયત આરોગ્યના ચેરમેન ભાનુભાઈ ચૌહાણ, પ્રેમજીભાઈ વાઢેર, પાલીતાણા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રેમજીભાઈ ભીર, ટીડીઓ બી.ડી. ગોહિલ તેમજ મોટી પાણીયાળી ગામના સરપંચની હાજરીમાં રૂા.૩૦,૦૦૦નો ચેક આપી સહાય કરવામાં આવી હતી.