ભાવનગર જિલ્લામાં પાલીતાણા, મહુવા, વલ્લભીપુર નગરપાલિકા, ભાવનગર જિલ્લા પંચાયત, તેમજ ભાવનગર, ઘોઘા, તળાજા, મહુવા, જેસર, પાલીતાણા, ગારીયાધાર, સિહોર, વલ્લભીપુર, ઉમરાળા, તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧નું મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે.જિલ્લા ચૂંટણી તંત્ર, પોલિંગ સ્ટાફ, પોલીસ, આરોગ્ય,રેવન્યુ સહિત વિવિધ વિભાગના ચૂંટણી સાથે જોડાયેલા કર્મયોગીઓ ચૂંટણી ફરજમાં જોડાયેલા છે.ભાવનગર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ એકંદરે નિયંત્રણમાં છે છતાં પણ તકેદારીના ભાગરૂપે રાજ્ય ચૂંટણી આયોગની માર્ગદર્શિકા પ્રમાણે જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલ, અધિક કલેકટર શ્રી ઉમેશ વ્યાસ તેમજ પ્રાંત અધિકારીશ્રીઓ ,ચુંટણી અધિકારીશ્રીઓના સંકલન હેઠળ મતદાન દરમિયાન કોરોનાની ગાઈડલાઈનુ પાલન થાય તે માટેની પૂરતી કાળજી લેવાઈ હતી અને દરેક મતદાન મથકો પર માસ્ક, સેનેટાઈઝર, હેન્ડ ગ્લોવઝ સહિતના સાધનો ઉપલબ્ધ કરાવી સોસીયલ ડિસ્ટનસિંગ જળવાય તે રીતેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.
મતદાન સંદર્ભે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જાગૃતિ જોવા મળી હતી.વિશેષ કરીને ગ્રામિણ વિસ્તારોમાં મહિલાઓમાં મતદાન પ્રત્યે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
લોકો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે જિલ્લા પોલીસ વડા શ્રી જયપાલસિંહ રાઠોરના માર્ગદર્શન હેઠળ મતદાન મથકોમાં પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો.