કેન્દ્રીય પોર્ટસ, શીપીંગ, વોટરવેઝ (સ્વ.હ.) અને કેમિકલ શ્ ફર્ટિલાઈઝર મંત્રીશ્રી મનસુખ માંડવિયા એ આજે બપોરે રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી – ૨૦૨૧ અંતર્ગત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી સંદર્ભે ધર્મપત્નિ નીતાબેન માંડવિયા સહિત પરિવારના સભ્યો સાથે ભાવનગર પાલિતાણાના હણોલ ખાતે આવી મતદાન કર્યું હતું.કેન્દ્રીય મંત્રી માંડવિયા એ લોકશાહીમાં મતદાનને રાષ્ટ્રીય ફરજ સમજી દરેક લોકો એ પોતાનો મતાધિકાર વાપરવો જ જોઈએ તેમ જણાવ્યું હતું.